Home /News /national-international /સુલેમાનીને માર્યા બાદ અમેરિકાનો વધુ એક હુમલો, ઇરાકની સેનાના કમાન્ડર સહિત 6નાં મોત

સુલેમાનીને માર્યા બાદ અમેરિકાનો વધુ એક હુમલો, ઇરાકની સેનાના કમાન્ડર સહિત 6નાં મોત

ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શનિવારે ફરીથી હવાઈ હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શનિવારે ફરીથી હવાઈ હુમલો કરવામાં આવ્યો છે.

બગદાદ : અમેરિકાએ (United states of america) ગુરુવારે રાત્રે રોકેટ (Strike) હુમલો કરીને ઈરાનના (Iran) ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Soleimani) ની હત્યા કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શનિવારે ફરીથી હવાઈ હુમલો (air strike) કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઇરાક (Iraq)ની સેનાના કમાન્ડર સહીત છ લોકોનાં (died) મોત નીપજ્યાં હતાં અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. મૃતકો ઈરાન તરફી લશ્કરી સમિતિ હાશ્દ અલ-શબ્બીના (Hashed commander) હોવાનું માનવામાં આવે છે. આ હુમલો બગદાદના નવીનતમ વિસ્તારોમાં થયો હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ લશ્કરી વાહનોમાંથી બે બળીને ખાખ થઈ ગયા હતા. આ હૂમલામાં છ લોકો માર્યા ગયા હતા. સ્થાનિક સમય મુજબ હુમલો બપોરે 1 વાગ્યે 12 મિનિટ થયો હતો. તે પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સના અગ્રણી નેતાની મોતનો દાવો કરે છે.

આ પણ વાંચો :  સુલેમાની હજારો અમેરિકનોનો હત્યારો હતો, વર્ષો પહેલાં જ મારી નાંખવાની જરૂર હતી : ટ્રમ્પ

યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે રોકેટ હુમલો કર્યો હતો અને કુદ્દસ ફોર્સના વડા મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. સુલેમાની તેના સૈનિકો સાથે બગદાદ એરપોર્ટ જઈ રહ્યા હતા તે જ સમયે યુ.એસ.એ હવાઈ હુમલો કર્યો. આ ઘટનામાં સુલેમાનીની હત્યા થઈ હતી. તેમના સિવાય પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મહદી અલ મુહાદિસ પણ આ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે.



સુલેમાનીને વર્ષો પહેલાં જ મારી નાંખવાની જરૂર હતી : ટ્રમ્પ

ઇરાન પર અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઇક બાદ પહેલી વાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે 'સુલેમાનીએ લાંબા સમય સુધી હજારો અમેરિકનોની હત્યા કરી હતી. ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકન ઍરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ઈરાની સૈન્યના સેનાપતિ કાસીમ સુલેમાનીની હત્યા ઘણા સમય પહેલાં થવાની જરૂર હતી.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો