કોરોના પછી વધુ એક મહામારીનો ખતરો, Disease Xથી 7.5 કરોડ લોકોનાં મોત થવાની ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો

કોરોના પછી વધુ એક મહામારીનો ખતરો, Disease Xથી 7.5 કરોડ લોકોનાં મોત થવાની ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો
પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે.

New Pandemic: દુનિયા કોરોના વાયરસથી છૂટકારો મેળવવા મથી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ એક નવા જ ઘાતક વાયરસની ચેતવણી આપી છે.

 • Share this:
  નવી દિલ્હી: હાલ આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)થી છૂટકારો મેળવવા માટે મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી ઉચ્ચારી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો નવા ઘાતક વાયરસથી દુનિયામાં 7.5 કરોડ લોકોનાં મોત થઈ શકે છે. આ વાયરસનું નામ ડિસીઝ એક્સ (Disease X) છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ બીમારી ઈબોલા (Ebola virus)ની જેમ ઘાતક સાબિત થઈ શકે છે.

  ઝી ન્યૂઝના સમાચાર પ્રમાણે હેલ્મહોલ્ટઝ-સેન્ટરના ડૉક્ટર જોસેફ સેટલે ધ સન ઑનલાઇનને જણાવ્યું કે, પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે. જોકે, આ બીમારીના સ્ત્રોતની સંભાવના ત્યાં વધારે છે જ્યાં ઉંદર, ચામાચીડિયા જેવી પ્રજાતિ વધારે છે. તેમણે કહ્યું કે આ પ્રજાતિઓેની અનુકૂલન ક્ષમતા પર આધાર રાખે છે.  સંશોધકોએ કહ્યુ કે હાલ આ બીમારી અંગે વધારે માહિતી મળી નથી પરંતુ આ અજાણી બીમારી આગામી મહામારી બની શકે છે. આનો એક દર્દી કોંગોમાં મળ્યો છે. એ દર્દીને ખૂબ તાવ હતો સાથે જ ઇન્ટરનલ બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેણે ઇબોલાનો ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો.

  આ પણ વાંચો: સુરત: સગાઈના પાંચ દિવસ પહેલા જ યુવતીએ કરી લીધો આપઘાત, પરિવાર સ્તબ્ધ

  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું અનુમાન છે કે દર વર્ષે આ બીમારીના આશરે એક અબજ કેસ સામે આવી શકે છે. લાખો લોકોનાં મોત પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે આગામી મહામારી બ્લેક ડેથથી પણ ખરાબ હોઈ શકે છે, જેમાં 7.5 કરોડ લોકોનાં મોત થયા હતા. ડિસીઝ એક્સ વાયરસ આનાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચો: સુરતીઓમાં Viral થવાના અભરખા! યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યાં જોખમી સ્ટંટ

  વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોના વાયરસ પછી પણ આગામી સમયમાં માનવજાતિએ દર પાંચ વર્ષે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. EcoHealth Alliance પ્રમાણે દુનિયામાં હયાત 1.67 મિલિયન અજ્ઞાત વાયરસમાંથી 8,27,000 પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રવેશ્યા છે.

  બર્ડ ફ્લૂ, SARS, MERS, Nipah અને યલો ફીવર તમામ વાયરસ પહેલા પ્રાણીઓમાં ઉત્પન્ન થયા હતા. જે બાદમાં મનુષ્યોમાં પહોંચ્યા હતા. હાલ દુનિયાભરમાં ફેલાયેલો કોરોના વાયરસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણીઓમાંથી મનુષ્યમાં પહોંચનારી આ બીમારી એ વાતનું ઉદારણ છે કે કેવી રીતે આખી માનવજાત પર સંકટ ઊભું થઈ શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 12, 2021, 07:58 am