મહારાષ્ટ્ર : NCPના વધુ એક ધારાસભ્ય નિતિન પવાર ગુમ, ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: November 24, 2019, 7:54 AM IST
મહારાષ્ટ્ર : NCPના વધુ એક ધારાસભ્ય નિતિન પવાર ગુમ, ફરિયાદ દાખલ
એનસીપી

શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એનસીપીના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજનીતિક ઉલટફેર વચ્ચે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી/NCP (Nationalist Congress Party)ના કળવલ (નાસિક) બેઠક પરથી ધારાસભ્ય નિતિન પવાર (Nitin Pawar) ગાયબ થયાના સમાચાર છે. આ અંગે તેમના પુત્રએ પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. બેઠકમાં જવાનું કહીને ઘરેથી નીકળેલા નિતિન પવારનો ફોન બંધ આવે છે. નિતિનને અજિત પવારના સમર્થક માનવામાં આવે છે.

આ પહેલા શાહપુર (Shahpur)ના એનસીપીના એક ધરાસાભ્ય દૌલત દરોડા (Daulat Daroda) સવારે દક્ષિણ મુંબઈમાં રાજભવન પહોંચ્યા બાદ ગુમ થઈ ગયા છે.

નોંધનીય છે કે શનિવારે રાજભવનમાં શપથ ગ્રહણ સમારંભમાં દેવેન્દ્ર ફડવણીસે (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદ અને અજિત પવારે (Ajit Pawar) નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

મોડી રાત્રે બીજેપી નેતાઓ સાથે વકીલો પાસે પહોંચ્યા અજીત પવાર

મહારાષ્ટ્રમાં રાજનીતિક ઉલટફેર પછી નાયબ મુખ્યમંત્રી બનેલા એનસીપીના અજીત પવાર શનિવારે મોડી રાત્રે વકીલો પાસે પહોંચ્યા હતા. તેમણે વકીલો પાસેથી કાયદાકીય સલાહ માંગી હતી. શનિવારે એનસેપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેમની પાસે નંબર છે અને સરકાર તેઓ જ બનાવશે.

બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે મોડી સાંજે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. એનસીપીએ બેઠક બાદ દાવો કર્યો હતો કે તેમના 54માંથી 50 ધારાસભ્યો શરદ પવાર સાથે છે. બેઠકમાં અજીત પવારને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ જયંત પાટિલને ધારાભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : 
First published: November 24, 2019
વધુ વાંચો
अगली ख़बर