તેલંગાણા : મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના બનાવ બાદ વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: November 30, 2019, 8:45 AM IST
તેલંગાણા : મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના બનાવ બાદ વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા (Hyderabad Gang Rape and Murder Case) પછી તેલંગાણા (Telengana)ના શમશાબાદ વિસ્તારમાંથી વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી : તેલંગાણાથી વધુ એક કમકમાટી ઉપજાવે તેવો મામલો સામે આવ્યો છે. અહીં શમશાબાદ વિસ્તારમાં વધુ એક મહિલાનો બળી ગયેલી હાલમાં મૃતદેહ મળી આવ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

આ અંગે સાઇબરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે કહ્યુ કે, શમશાબાદના છેવાડાના વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસ પછી મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. શમશાબાદના સિડ્ડુલાગટ્ટા રોડ પાસે મહિલાનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઉંમર આશરે 35 વર્ષ બતાવવામાં આવી રહી છે.

હાઇવે પર મળ્યો હતો મહિલા ડોક્ટરનો મૃતદેહ

નોંધનીય છે કે હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર એક સરકારી મહિલા ડૉક્ટરનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મહિલા ડૉક્ટરને ગેંગરેપ બાદ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આરોપીઓએ મૃતદેહને સળગાવીને તેને ફ્લાઇઓવરથી નીચે ફેંકી દીધો હતો.

પોલીસે ચારની લોકોની ધરપકડ કરી

પોલીસને મહિલાની લાશ શાદનગર શહેરની પાસે ચટનપલ્લી પુલની પાસે સળગેલી હાલતમાં મળી. પોલીસને આશંકા છે કે દુષ્કર્મ બાદ પ્રિતીની હત્યા કરવામાં આવી છે. ટૉલ પ્લાઝાની પાસે પોલીસને દારૂની બોટલ, કપડાં અને તેના જૂતા મળી આવ્યા છે. મહિલા ડૉક્ટરની હત્યાના સંદર્ભમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં બે ટ્રક ડ્રાઇવર અને બે ક્લિનરોનો સમાવેશ થાય છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે બે ટ્રક ડ્રાઇવરો મોહમ્મદ પાશા, નવીન તથા ટ્રક ક્લિનરો કેશવુલુ અને શિવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ચારેય આરીપો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

છેલ્લીવાર બહેન સાથે થઈ હતી વાત

22 વર્ષીય ડૉ. પ્રિતી રેડ્ડી (બદલેલું નામ) વૅટનરી ડૉક્ટર હતી, તે બુધવારે કોલ્લુર સ્થિત પશુ ચિકિત્સાલય પોતાની ડ્યૂટી પર ગઈ હતી. તેણે પોતાની સ્કૂટી ટૉલ પ્લાઝાની પાસે પાર્ક કરી હતી. જ્યારે તે રાત્રે ઘરે પરત આવી રહી હતી તો તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંક્ચર છે, સ્કૂટીમાં પંક્ચર થયેલું જોઈને તેણે પોતાની બહેનને ફોન કર્યો હતો. રાતનો સમય હોવાના કારણે પ્રિતીએ બહેનને જણાવ્યું કે, સ્કૂટી ખરાબ થઈ ગયું છે, મને અહીં ડર લાગી રહ્યો છે. આસ-પાસ માત્ર ટ્રક જ દેખાઈ રહ્યાં છે. આ વાત સાંભળી પ્રિતીની બહેને તેને સ્કૂટી ત્યાં જ મૂકીને કૅબ કરીને ઘરે આવવા કહ્યું હતું.

પ્રિતી ઘરે ન પહોંચતા પરિવારે જાતે શોધખોળ શરૂ કરી

પ્રિતીએ કૉલ બૅક કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. જ્યારે તે મોડે સુધી ઘરે ન પહોંચી તો પરિવારે તેને ફોન કર્યો તો ફોન બંધ આવી રહ્યો હતો. તેથી તે લોકો જાતે ટૉલ પ્લાઝા ખાતે શોધખોળ કરવા માટે ગયા. ટૉલ પ્લાઝા પહોંચતા તેમને કોઈ મળ્યું નહીં. ત્યારબાદ પરિવારે રાત્રે 11 વાગ્યે પોલીસને ફરિયાદ કરી. પરંતુ ગુરુવારે પોલીસને પ્રિતીની લાશ મળી.

 
First published: November 30, 2019, 7:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading