બંગાળમાં ભાજપનાં વધુ એક કાર્યકરની હત્યા: 15 દિવસમાં ત્રણ હત્યા

છેલ્લા પદંર દિવસમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનાં ત્રણ નેતાઓની હત્યાની ઘટનાઓ બની છે.

News18 Gujarati
Updated: June 3, 2019, 11:09 AM IST
બંગાળમાં ભાજપનાં વધુ એક કાર્યકરની હત્યા: 15 દિવસમાં ત્રણ હત્યા
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 3, 2019, 11:09 AM IST
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લેતો. લોકસભાની ચૂંટણી દરમિયાન બંગાળમાં ભારે હિંસા થઇ હતી.
પશ્ચિમ બંગાળમાં નોર્થ પરગણા જિલ્લામાં અઆવેલા બજિતપુરમાં ભારતીય જનતા પાર્ટીનાં એક કાર્યકરની હત્યા કરાયેલી લાશ મળી હતી.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, 36 વર્ષનાં અજય મોંડલની લાશ બજિતપુરમાં રોડની બાજુમાંથી મળી આવી હતી. શરીર પર ઇજાનાં નિશાન હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનાં ત્રણ કાર્યકરોની હત્યાની ઘટનાઓ બની છે. ભાજપનાં નેતાઓ આક્ષેપ કરે છે કે, આ બધુ મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ઇશારે થઇ રહ્યું છે અને તે હિંસા ફેલાવી રહ્યા છે.
આ પહેલા, ગયા અઠવાડિયે, નરેન્દ્ગ મોદીના વડાપ્રધાન તરીકે શપથગ્રહણના થોડા કલાકો પહેલાં પશ્ચિમ બંગાળમાં ભાજપના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી.

એક તરફ નરેન્દ્ર મોદી દિલ્હીમાં પોતાના બીજા કાર્યકાળના શપથગ્રહણની તૈયારીમાં લાગ્યા હતા ત્યારે બીજી તરફ બંગાળમાં એક ઓર ભાજપ કાર્યકરની હત્યા થઇ ગઇ. હત્યાનો આરોપ કથિત રીતે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પર લાગ્યો છે. મૃતકની પત્ની અનુસાર જયશ્રી રામના નારા લગાવવાથી નારાજ તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પતિની હત્યા કરી દીધી.
આ બનાવ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લાના કેતુગ્રામ ક્ષેત્રના પાંડૂ ગ્રામના પૂર્વ પાડા વિસ્તારનો છે. આ બનાવ ગુરુવારે બપોરે બન્યો જ્યારે 52 વર્ષીય સુશીલ મંડલના પેટનાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળની રાજકીય હિંસા ભારે ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારજનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પહેલા, ભાજપનાં 36 વર્ષનાં નેતાને બંગાળનાં નોર્થ પરગણામાં ભાટપરામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...