પશ્ચિમ બંગાળમાં ભાજપનાં વધુ એક નેતાની હત્યા, TMC પર આરોપ

લોકસભા ચૂંટણી દરમિયાન પણ ભાજપનાં નેતાઓની હત્યા થઇ હતી. આ સિલસિલો ચાલુ જ છે.

News18 Gujarati
Updated: May 31, 2019, 11:05 AM IST
પશ્ચિમ બંગાળમાં ભાજપનાં વધુ એક નેતાની હત્યા, TMC પર આરોપ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 31, 2019, 11:05 AM IST
પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લેતો. લોકસભાની ચૂંટણી દરમિયાન બંગાળમાં ભારે હિંસા થઇ હતી.

ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ પણ રાજ્યમાં હિંસા અટકી નથી. ગુરુવારે નરેન્દ્ગ મોદીના વડાપ્રધાન તરીકે શપથગ્રહણના થોડા કલાકો પહેલાં પશ્ચિમ બંગાળમાં ભાજપના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી.

એક તરફ નરેન્દ્ર મોદી દિલ્હીમાં પોતાના બીજા કાર્યકાળના શપથગ્રહણની તૈયારીમાં લાગ્યા હતા ત્યારે બીજી તરફ બંગાળમાં એક ઓર ભાજપ કાર્યકરની હત્યા થઇ ગઇ. હત્યાનો આરોપ કથિત રીતે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પર લાગ્યો છે. મૃતકની પત્ની અનુસાર જયશ્રી રામના નારા લગાવવાથી નારાજ તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પતિની હત્યા કરી દીધી.

આ બનાવ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લાના કેતુગ્રામ ક્ષેત્રના પાંડૂ ગ્રામના પૂર્વ પાડા વિસ્તારનો છે. આ બનાવ ગુરુવારે બપોરે બન્યો જ્યારે 52 વર્ષીય સુશીલ મંડલના પેટનાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળની રાજકીય હિંસા ભારે ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારજનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બંગાળમાં ભાજપનાં નેતાઓની થઇ રહેલી હત્યાઓ પાછળ ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવે છે.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...