મુંબઈ: ગડકરીના ફાર્મ હાઉસના બોયલરમાં વિસ્ફોટ, એકનું મોત

 • Share this:
  મુંબઈના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ધવેપાડામાં આવેલા પાર્મ હાઉસ પર બોયલરમાં વિસ્ફોટ થવાથી એક મજૂરનું મોત નિપજ્યુ હોવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના મંગળવાર સાંજે 6 કલાકે બની હતી.

  મળતી માહિતી મુજબ, ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પત્ની કાંચન ગડકરી પોતાની કાંચન ઈન્ડીંયા સૌંદર્ય પ્રસાધનની કંપની ચલાવે છે, આ કંપની હેઠળ તેઓ મોટાભાગની પ્રોડક્ટ પોતાના ફાર્મહાઉસ પર બનાવવામાં આવે છે. અહીં પ્રોડક્ટને ઝડપી ગરમ કરવા માટે બોયલરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં કેટલાએ મજૂર તેમાં કામ કરે છે. અહીં વસાંજે બોયલરમાં વિસ્ફોટ થતાં પદ્માકર શ્રીરાવ નામના 45 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે.

  મંગળવારની સાંજે અચાનક બોયલરમાં વિસ્ફોટ થયો અને તેમાં એક મજૂરનું મોત નિપજ્યું. આ વિસ્ફોટમાં કેટલાક મજૂર ઘાયલ પણ થયાના સમાચાર મળી રહ્યા છે. આ સમયે નીતિન ગડકરીના પત્ની કાંચન ગડકરી પણ કંપનીમાં ઉપસ્થિત હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નીતિન ગડકરીના ફાર્મહાઉસમાં આ ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી છે.
  Published by:kiran mehta
  First published: