જમ્મુ કાશ્મીર : PoKમાં સંતાઇને ભારતીયો પર ગોળીબારી કરી રહ્યું છે પાક, એક અધિકારી શહીદ

જમ્મુ કાશ્મીર : PoKમાં સંતાઇને ભારતીયો પર ગોળીબારી કરી રહ્યું છે પાક, એક અધિકારી શહીદ
પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાની સેનાએ ફરીથી લાઇન ઓફ કંટ્રોલ પાસે ઉરી સેક્ટરમાં સઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું

 • Share this:
  જમ્મુ કાશ્મીર : ભારતીય સેના (Indian Army)ના સૂત્રોએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં (Jammu-Kashmir)પાકિસ્તાની સેનાએ ફરીથી લાઇન ઓફ કંટ્રોલ પાસે ઉરી સેક્ટરમાં સઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. સેનાના સૂત્રોના મતે આ સંઘર્ષ વિરામ ઉલ્લંઘન દરમિયાન ભારતીય સેનાના એક જૂનિયર કમિશન અધિકારી શહીદ થયા છે. જ્યારે એક યુવતીનું પણ મોત થયું છે. 22 વર્ષીય આ યુવતીનું નામ નસીમા બેગમ બતાવવામાં આવી રહ્યું છે.

  સેનાના સૂત્રોને જાણકારી મળી છે કે પાકિસ્તાન પીઓકેના અંદરના ગામોમાંથી ભારતીય નાગરિકોને નિશાન બનાવી ગોળીબારી કરી રહ્યું છે અને મોર્ટાર દાગવામાં આવી રહ્યા છે.  લોકોમાં ભયનો માહોલ
  પાકિસ્તાની સેનાએ બારામુલા જિલ્લાના ઘણા સેક્ટરોમાં નાગરિકો અને રક્ષા સ્થળોને હલકા હથિયારોથી નિશાન બનાવ્યા છે. ક્ષેત્રથી અંતિમ રિપોર્ટ મળ્યા ત્યાં સુધી નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય સૈનિક પણ જવાબી કાર્યવાહીમાં ભારે ગોળીબારી કરી રહ્યા છે. તોપોથી થયેલી ગોળીબારીના કારણે આજુબાજુ રહેતા ગ્રામીણોમાં ભયનો માહોલ છે.

  આ પણ વાંચો - CAA: હિંસક પ્રદર્શન કરનારને પીએમ મોદીનો સવાલ, કહ્યું - શું તેમણે યોગ્ય કર્યું?  સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની રેન્જર્સે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદથી લાગેલા અગ્રિમ ક્ષેત્રોમાં મંગળવારે રાત્રે ગોળીબારી કરી હતી અને મોર્ટાર દાગ્યા હતા. જેના વિરોધમાં બુધવારે આ ક્ષેત્રોના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:December 25, 2019, 22:48 pm