Home /News /national-international /ચોંકાવનારો રિપોર્ટ: આખી દુનિયામાં દર 3માંથી ફક્ત 1 કર્મચારી સેલરીથી ખુશ, સર્વેમાં થયો આ મોટો ખુલાસો
ચોંકાવનારો રિપોર્ટ: આખી દુનિયામાં દર 3માંથી ફક્ત 1 કર્મચારી સેલરીથી ખુશ, સર્વેમાં થયો આ મોટો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર
હકીકતમાં આ ખુલાસો કંસલ્ટિંગ ફર્મ ગાર્ટનર ઈંકના એક સર્વેમાં થયો છે, જેમાં 3500થી પણ વધારે લોકો સામેલ થયા હતા. આ સર્વેમાં સ્પષ્ટ કર્યું છે કે, આખી દુનિયામાં ફક્ત 32 ટકા કર્મચારી જ એવા છે, જેમને લાગે છે કે, તેમનું વેતન તેમના હિસાબે યોગ્ય છે.
નવી દિલ્હી: કર્મચારીઓને લઈને એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં જ આવેલા એક સર્વેમાં આ ખુલાસો થયો છે કે સમગ્ર દુનિયામાં દર ત્રણમાંથી ફક્ત એક જ કર્મચારી પોતાની સેલરીથી ખુશ છે. ત્યારે આવા સમયે કહી શકાય કે, ફક્ત 32 ટકા લોકોને લાગે છે કે, તેમની સેલરી તેમના હિસાબે છે અને તેઓ તેનાથી ખુશ છે.
જો કે, તેની પાછળ કેટલાય કારણો બતાવાય છે, પણ જે મુખ્ય કારણ છે તે એ કે આ કર્મચારીઓને પોતાની જ કંપની પર વિશ્વાસ નથી. એટલું જ નહીં સર્વેમાં અન્ય કેટલાય ખુલાસા થયા છે. જેનાથી તેમના કામ કરવાની ક્ષમતા પર અસર પડી રહી છે.
શું થયો ખુલાસો
હકીકતમાં આ ખુલાસો કંસલ્ટિંગ ફર્મ ગાર્ટનર ઈંકના એક સર્વેમાં થયો છે, જેમાં 3500થી પણ વધારે લોકો સામેલ થયા હતા. આ સર્વેમાં સ્પષ્ટ કર્યું છે કે, આખી દુનિયામાં ફક્ત 32 ટકા કર્મચારી જ એવા છે, જેમને લાગે છે કે, તેમનું વેતન તેમના હિસાબે યોગ્ય છે.
એટલું જ નહીં સર્વેમાં એવું પણ જણાવ્યું છે કે, ટોક્સિક વર્ક કલ્ચર અને ખરાબ વર્ક લાઈફ બેલેન્સકની સાથે ખરાબ અનુભવ કંપનીનો ભરોસ ન કરાવાનું મુખ્ય કારણ છે. ત્યારે આવા સમયે આ સર્વે કરાવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે, આખરે શા માટે કોરોના બાદ કંપનીમાં રાજીનામું કલ્ચર વધ્યું છે.
કંપનીઓ પર કર્મચારીઓને નથી ભરોસો
આ સર્વે કરાવાનો ઉદ્દેશ્ય એ હતો કે, આ જાણવાનું કે કોવિડ 19 બાદ આટલા બધા રાજીનામા શા માટે થઈ રહ્યા છે. ત્યારે હવે સર્વે થયો તો, ખુલાસો સામે આવ્યો. જ્યારે કંપનીમાં રાજીનામાનો સિલસિલો ચાલું થયો તો, ઘણી બધી ભરતી નિકળી હતી અને તેમને સારી સેલરી પણ આપી હતી. ત્યારે આવા સમયે લોકો પહેલાથી તે કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેમને ખાસ કંઈ ફાયદો નથી થયો, તેમની વફાદારીની કંપની દ્વારા કિંમત મળી છે.
ગાર્ટનર માનવ સંસાધન પ્રેક્ટિસના વરિષ્ઠ પ્રિન્સિપાલ ટોની ગુઆડાગ્નીએ એક નિવેદનમાં કહ્યું કે, વેતનની બરાબરીને લઈને કર્મચારીની ધારણમાં વેતન સાથે જોડાયેલી નથી, પણ આ ધારણા પાછળ મુખ્ય કારણ ભરોસો છે. જ્યારે કર્મચારીને પોતાના નિયોકતા પર ભરોસો નથી કરતા, તો તેમને લાગે છે કે, તેમની સેલરી ન્યાયસંગત નથી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર