SERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના

News18 Gujarati
Updated: September 29, 2020, 9:45 PM IST
SERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના
પ્રતિકાત્મક તસવીર

ICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું

  • Share this:
નવી દિલ્હી : આઈસીએમઆર(ICMR)ના બીજા સીરો સર્વે (sero survey report)પ્રમાણે ઓગસ્ટ 2020 સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના 15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવવાનો અંદાજ છે. આ સર્વે વધારે વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત થવાની આશંકા દર્શાવે છે. ICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે (Balram Bhargava) પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી સીરો સર્વે રજુ કરતા કહ્યું હતું કે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકો (10 વર્ષ અને તેનાથી વધારે ઉંમર) પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 6.6 ટકામાં સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવી ચૂક્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. 7.1 ટકા વયસ્ક વસ્તી (18 વર્ષ અને તેનાથી વધારે) પણ તેની ચપેટમાં આવ્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. બીજો સીરો સર્વે ઘણી વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત હોવાની આશંકા બતાવે છે.

આ પણ વાંચો - ભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક

તેમણે બીજા સીરો સર્વેના હવાલાથી જણાવ્યું કે શહેરી મલિન વસ્તીઓ (15.6 ટકા), બિન મલિન વસ્તીઓ (8.2 ટકા) માં ગ્રામીણ ક્ષેત્રોની (4.4 ટકા )સરખામણીમાં સાર્સ સીઓવી2નો પ્રચાર વધારે છે. ઓગસ્ટ 2020 સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના 15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાર્સ-સીઓવી2ની ચપેટમાં હોવાનો અંદાજ હતો. બીજો સીરો સર્વે 21 રાજ્યોના 70 જિલ્લાના 700 ગામો અને વોર્ડમાં કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રથમ સર્વે કરવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તી પર કોવિડ-19ના 4453 કેસ છે અને મોતના મામલા 70 છે. જે દુનિયામાં સૌથી ઓછા છે.
Published by: Ashish Goyal
First published: September 29, 2020, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading