ન્યૂઝ18 ગુજરાતી : બિહારમાં એક્યૂટ ઇંસેફેલાઇટિસ સિન્ડ્રોમ (એઈએસ) એટલે કે ચમકી તાવથી થનારાં બાળકોના મોતનો આંકડો 125 સુધી પહોંચી ગયો છે. મુજફ્ફરપુરથી શરૂ થયેલી આ બીમારી હવે રાજ્યના અન્ય જિલ્લાઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. એકલા મુજફ્ફરપુરમાં એઆઈએસથી અત્યાર સુધી 101 બાળકોના મોત થયા છે, તો પટનાની બાજુમાં આવેલા હાજીપુરમાં 11 માસૂમોના મોત થયા છે.
મુજફ્ફરપુરની પાસે આવેલા સમસ્તીપુરમાં આ બીમારીથી અત્યાર સુધી 5 બાળકોના મોત થયા છે તો, મોતિહારીમાં પણ આ બીમારીએ અત્યાર સુધી 5 બાળકોનો જીવ લીધો છે. રાજ્યની રાજધાની પટનાની સૌથી મોટી હોસ્પિટલ PMCHમાં એક બાળકનું એઈએસથી મોત થયું છે. બેગૂસરાયની હોસ્પિટલમાં એક બાળકનું મોત ચમકી તાવના કારણે થયું છે જ્યારે નવાદામાં પણ એક બાળકના મોતનો મામલો સામે આવ્યો છે. તેની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ શકી.
#WATCH Union Health Minister Dr Harsh Vardhan refuses to speak on rising death toll in Muzaffarpur (Bihar) due to Acute Encephalitis Syndrome (AES) pic.twitter.com/TVAuFnWNPP
ઉલ્લેખનીય છે કે રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, અશ્વિની ચૌબે અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયે મુજફ્ફરપુરનો પ્રવાસ કરી આ બીમારીથી થનારી મોત વિશે તપાસ કરી હતી. બાદમાં હર્ષવર્ધને કહ્યું કે વિભાગને 100 બેડનું અલગ આઈસીયૂ બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ આ બીમારી માટે હોસ્પિટલમાં અલગથી આઈસીયૂ પણ બનશે.