Home /News /national-international /અનોખું ઘર: એક એવું ઘર જે અડધું મહારાષ્ટ્રમાં અને અડધું તેલંગણામાં આવેલું છે, બંને રાજ્યોના મળે છે સરકારી લાભ

અનોખું ઘર: એક એવું ઘર જે અડધું મહારાષ્ટ્રમાં અને અડધું તેલંગણામાં આવેલું છે, બંને રાજ્યોના મળે છે સરકારી લાભ

one house two states

પવારે કહે છે કે, લગભગ 12-13 લોકો આ ઘરમાં રહે છે, તેલંગણામાં તેમનું રસોડું છે, પવારે કહ્યું કે, જ્યારે 1969માં સીમા સર્વે કરવામાં આવ્યો, તો તેમને બતાવામાં આવ્યું હતું કે અમારુ અડઘુ ઘર મહારાષ્ટ્રમાં છે, જ્યારે અડઘુ ઘર તેલંગણામાં છે.

વધુ જુઓ ...
એક બાજૂ મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ કેન્દ્ર સુધી પહોંચી ગયો છે, તો વળી એક ઘર એવું પણ છે, જે બે અલગ અલગ રાજ્યોની સરહદમાં આવે છે, આ ઘર ચંદ્રપુરના મહારાજગુડા ગામમાં બે રાજ્યો તેલંગણા અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે. જો કે, રાજ્યના નેતાઓની વિપરીત ઘરના માલિકને કોઈ સમસ્યા નથી. કારણ કે બંને રાજ્યોમાંથી તેને સરકારી લાભ મળતા રહે છે. માલિક ઉત્તમ પવારે કહ્યું છે કે, તેના ઘરમાં આઠ રુમ છે, જેમાંથી ચાર તેલંગણામાં છે અને બાકીના મહારાષ્ટ્રમાં છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર: નિર્ભયા ફંડની ગાડીઓ ધારાસભ્યોની સુરક્ષામાં લગાવી, NCPએ પત્ર લખી વિરોધ કર્યો

તેલંગણામાં રસોડું


પવારે કહે છે કે, લગભગ 12-13 લોકો આ ઘરમાં રહે છે, તેલંગણામાં તેમનું રસોડું છે, પવારે કહ્યું કે, જ્યારે 1969માં સીમા સર્વે કરવામાં આવ્યો, તો તેમને બતાવામાં આવ્યું હતું કે અમારુ અડઘુ ઘર મહારાષ્ટ્રમાં છે, જ્યારે અડઘુ ઘર તેલંગણામાં છે. જો કે, તેનાથી અમને કોઈ વાંધો નથી. તેઓ બંને રાજ્યની ગ્રામ પંચાયત માટે ટેક્સ ચુકવે છે. આ ઉપરાંત તેલંગણા સરકાર તરફથી તેને વધારે લાભ મળે છે.

આવું જ એક ઘર છે, જે બે દેશોની વચ્ચે આવેલું છે


નાગાલેન્ડના મોન જિલ્લાના લોંગવા ગામમાં એક સરપંચનું ઘર અડઘુ ભારતમાં અને અડઘુ ઘર મ્યાનમારમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય સરહદ ઘરમાંથી પસાર થાય છે. લોંગવા ગામના લોકો બેવડી નાગરિકતા ધરાવે છે અને બંને દેશોમાં સ્વતંત્ર રીતે ફરી શકે છે. આ લોકોને પણ બંને દેશમાંથી લાભ મળે છે, જેનાથી તેમનું જીવન થોડું સરળ બની જાય છે.
First published:

Tags: Maharashtra, Telangana