બ્રેકઅપથી નારાજ યુવકે પ્રેમિકાને ચાકૂ માર્યું, બાદમાં કૉલેજના ત્રીજા માળેથી મારી છલાંગ

News18 Gujarati
Updated: February 7, 2020, 9:43 AM IST
બ્રેકઅપથી નારાજ યુવકે પ્રેમિકાને ચાકૂ માર્યું, બાદમાં કૉલેજના ત્રીજા માળેથી મારી છલાંગ
પ્રતીકાત્મક તસવીર

Valentine's Dayના થોડા દિવસો પહેલાં જ પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંજામ

  • Share this:
બુરહાનપુર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના બુરહાનપુર (Burhanpur)માં એક કૉલેજની વિદ્યાર્થિનીને તેની સાથે ભણતાં એક યુવકે ચાકૂ મારી ઘાયલ કરી દીધી. હુમલો કર્યા બાદ આરોપી યુવકે કૉલેજના ત્રીજા માળેથી છલાંગ મારી દીધી. આ ઘટનામાં યુવતી અને યુવક બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આ ઘટના બુરહાનપુરના સેવા સદન કૉલેજની છે. જ્યાં એક યુવકે યુવતીને ચાકૂ મારી ઘાયલ કરી દીધી. ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેણે કૉલેજની બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ મારી દીધી.

પ્રેમ સંબંધ સાથે જોડાયેલો છે મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ યુવક અને યુવતી વચ્ચે થોડા સમય પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું. ગુરુવારે કૉલેજ પહોંચ્યા બાદ યુવકે યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના માટે તે સ્ટુડન્ટને કૉલેજના ત્રીજા માળે લઈ ગયો હતો. ત્યાં બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાં આવીને યુવકે યુવતીને ચાકૂ મારી દીધું. ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેણે ત્રીજા માળેથી જ છલાંગ મારી દીધી.

પોલીસ CCTVની તપાસ કરી રહી છે

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલામાં ઘટનાસ્થળ અને સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની એક ટીમે હૉસ્પિટલની મુલાકાત લીધી છે જ્યાં ઘાયલ યુવતી અને યુવક દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો,

માથામાં ગોળી વાગ્યા બાદ પણ શહીદ રમેશે જીવની ચિંતા કર્યા વગર ઢાળી દીધો એક આતંકવાદી
માતાની હત્યા અને ભાઈ પર જીવલેણ હુમલો કરીને બોયફ્રેન્ડ સાથે અંડમાન ભાગી ગઈ યુવતી!
First published: February 7, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading