કર્ણાટક : મંગલુરુમાં લાગ્યા પાકિસ્તાન સમર્થિત નારા, બેંગલુરમાં લખ્યું - ફ્રી કાશ્મીર

કર્ણાટક : મંગલુરુમાં લાગ્યા પાકિસ્તાન સમર્થિત નારા, બેંગલુરમાં લખ્યું - ફ્રી કાશ્મીર

સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વ્યક્તિની ધરપકડ કરી હતી

 • Share this:
  મંગલુરુ : કર્ણાટક (Karnataka)ના ઉડુપી (Udupi)જિલ્લામાં કુંદાપુરમાં પાકિસ્તાન સમર્થનમાં નારા લગાવવાના આરોપમાં 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિને માનસિક રુપથી અસ્થિર બતાવવામાં આવી રહ્યો છે. તેણે ઘણી વખત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસે કહ્યું કે તે નારા લગાવતા જઈ રહ્યો હતો ત્યારે લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને થોડી જ મિનિટોમાં વાયરલ થયો હતો. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વ્યક્તિની ધરપકડ કરી હતી.

  પોલીસના મતે વ્યક્તિને માનસિક રુપે અસ્થિર બતાવવામાં આવી રહ્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. તે શિક્ષક હતો અને આઠ વર્ષ પહેલા તેની નોકરી જતી રહી હતી. ઉડુપીના સહાયક પોલીસ અધિક્ષક હરિરામ શંકરે કહ્યું કે હોસ્પિટલમાં તેની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ડોક્ટરોનો રિપોર્ટ મળ્યા પછી આગળની તપાસ કરવામાં આવશે.

  આ પણ વાંચો - મુંબઇથી આવી રાજકોટ હોટલમાં રોકાતો, દિવસે ચોરી કરી દીવમાં જઇ મોજમજા કરતો

  તેના પારિવારિક સૂત્રોએ કહ્યું કે વ્યક્તિ નિયમિત રુપથી ટીવી જોતો હતો. કેટલાક વ્યક્તિએ આવા નારા લગાવ્યા હશે. જેના પર સમાચાર આવ્યા હતા. જેના કારણે તે પ્રભાવિત થયો હશે.

  બીજી તરફ બેંગલુરુમાં એક દીવાલ પર ફ્રી કાશ્મીર લખેલ તસવીર જોવા મળી હતી. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન એન્ક્લેવ પાસે ફ્રી કાશ્મીર લખેલું હતું. ડીસીપી ડો. શરણપ્પા એસડીએ કહ્યું હતું કે આ ઘટનાની નોંલઈ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: