Home /News /national-international /

આ વ્યક્તિ ન જણાવત તો ભારે પડી જાત ઈરાકમાં 39 ભારતીયોને શોધવા

આ વ્યક્તિ ન જણાવત તો ભારે પડી જાત ઈરાકમાં 39 ભારતીયોને શોધવા

    ઇરાકના મોસુલમાં બંધક બનાવેલ 39 ભારતીયોના મોતની પૃષ્ટિ થઈ ગઈ છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે ઈરાકમાં કામ કરી રહેલા એક રસોઈયાએ ભારતીયના બંધક થવાની જાણકારી વિદેશ મંત્રાલયને આપી હતી. જાણીએ આ આખું પ્રકરણ ...

    સુષ્મા સ્વરાજના કહેવા પ્રમાણે એક રસોઈયા દ્રારા જાણવા મળ્યું કે આઈએસઆઈએસએ આ 40 ભારતીયોને બપોરે ખાવાનું ખાઈને પરત ફરતી વખતે પકડ્યા હતાં. પહેલા આ લોકોને ફેકટરીમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાંથી બાંગલાદેશી કારીગરોને અલગ કરીને તેમણે ઈરબિલ શહેર મોકલી દેવામાં આવ્યાં.

    વિદેશ મંત્રી પ્રમાણે કેટરરે જણાવ્યું કે તેને એક વ્યક્તિએ અલી નામથી ફોન કર્યો હતો. તેણે કહ્યું કે તે બાંગલાદેશી છે અને તેને આઈએસઆઈએસના આદેશાઅનુસાર બાંગલાદેશ મોકલવામાં આવ્યાં હતાં. સુષ્માએ જણાવ્યું હતું કે હરજીત મસીહે ઈરબિલથી ફોન કર્યો હતો પરંતુ તેને એ ન હતું કહ્યું કે તે ત્યાં કઈ રીતે પહોંચ્યો. તે રસોઈયા દ્વારા લવાયેલ વેનમાં પોતાની જાતને બાંગલાદેશી મુસ્લિમ નાગરિક અલી જણાવીને તે બચીને નીકળી ગયો.

    હરજીત મસીહ એટલે જે 40 ભારતીયોને બંધક બનાવ્યાં હતાં તેમાંથી જે એક વ્યક્તિ ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો તે.

    સુષ્માએ આગળ જણાવ્યું, 'બીજા દિવસે જ્યારે ગણતરી કરી તો એક ભારતીય ઓછો નીકળ્યો તો આઈએસઆઈએસએ બધા ભારતીય બંધકોને બદૂશ મોકલી દીધા.'

    તેમણે કહ્યું કે મોસુલમાં આઈએસઆઈએસના સફાયા પછી વિદેશ મંત્રી વીકે સિંહ ગુમ ભારતીયોની શોધમાં ત્યાં ગયા. કપડા ફેકટરી અને રસોઈયાથી સુરાગ મળ્યાં બાદ સિંહ ઈરાકમાં ભારતીય રાજદૂત અને એક ઈરાકી અધિકારી સાથે બદૂશની જેલમાં પણ ગયા.

    મોર્ટાયર્સ ફાઉન્ડેશનની મદદથી મળ્યાં મૃતદેહ
    ગુમ ભારતીયોની શોધ માટે તમામ પ્રયત્નો કરવા બદલ વિદેશ રાજ્યમંત્રી વિકે સિંહની પ્રસંશા કરતા સુષમાએ કહ્યું કે બદૂશમાં શોધ દરમિયાન એક નાના મકાનમાં જમીન પર સુવૂ પડતું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો સાથે સામૂહિક કબરની ખબર પડી જ્યાંથી મૃતદેહ ખોદીને નીકાળ્યાં અને માર્ટાયર્સ ફાઉન્ડેશનને તેમના ડીએનએ તપાસવાનો અનુરોધ કરવામાં આવ્યો.

    સુષ્માએ કહ્યું, 'સબૂત મેળવવા ઘણાં જ મુશ્કેલ હતાં. એક નિર્મમ આતંકી સંગઠન આઈએસઆઈએસ અને સામૂહિક કબરો.. મૃતદેહનો ઠગલો હતો. તેમાંથી આપણા લોકોના મૃતદેહોને શોધવા, તેમને તપાસ માટે બગદાદ મોકલવા આ બધું સરળ ન હતું.'

    સુષ્માએ ઈરાકી અધિકારીઓનો આભાર માન્યો
    વિદેશ મંત્રીએ મૃતદેહની તપાસ કરાવવા માટે ડીપ પેનિટ્રેશન રડાર તૈયાર કરાવવા, મૃતદેહોને ખોદીને નીકાળવા અને ડીએનએ તપાસ માટે બગદાદ મોકલવાના સહયોગ માટે ઈરાકી અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે વિદેશ રાજ્ય મંત્રી સિંહ વિશેષ વિમાનથી પાર્થિવ અવશેષોને ભારત લાવવા માટે ઇરાક જશે. આ મૃતદેહોને પહેલા પંજાબ લઈ જવામાં આવ્યાં. મરાયેલ ભારતીયોમાંથી 31 પંજાબ તરફથી ચાર હિમાચલ પ્રદેશના હતાં. પંજાબ, હિમાચલ પ્રદેશ પછી વિમાન પટના અને પછી કોલકતા લઈ જવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Iran, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन