Home /News /national-international /

કેજરીવાલના જનતા દરબારમાં જીવતા કારતૂસ લઈને પહોંચ્યો યુવક

કેજરીવાલના જનતા દરબારમાં જીવતા કારતૂસ લઈને પહોંચ્યો યુવક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના જનતા દરબારમાં .32 એમએમની પિસ્તોલ લઈને પહોંચ્યો હતો યુવક

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાનો પાવડર ફેંકવાનો મામલો હજુ શાંત પણ નથી થયો ને મંગળવારે જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતા કારતૂસ લઈને પહોંચી ગયો. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ આરોપી યુવક સાથે પૂછપરછ કરી રહી છે.

    મળતી જાણકારી મુજબ, અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં એક યુવક પોતાના ખિસ્સામાં જીવતા કારતૂસ લઈને પહોંચી ગયો. પોલીસે જેવી આ વાતની ખબર પડી કે તેની ધરપકડ કરી લેવામાં આવી. આરોપીનું નામ મોહમ્મદ ઈમરાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચોઃ દિલ્હીના CMને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો PM રાજીનામું આપી દેઃ અરવિંદ કેજરીવાલ

    આરોપીએ પોલીસને જણાવ્યું કે તેને મસ્જિદની દાનપેટીમાં કારતૂસ મળ્યા હતા, જેને તે પર્સમાં રાખીને ભૂલી ગયો. તે મૌલાનાઓના ગ્રુપ સાથે આવ્યો હત, જે વક્ય બોર્ડ દ્વારા પગાર વધારવાની માંગ લઈને સીએમને મળવા આવ્યા હતા.

    આ પણ વાંચો, દિલ્હી સચિવાલયમાં સીએમ કેજરીવાલ પર થયેલ હુમલાના CCTV ફુટેજ આવ્યા સામે

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર થોડા દિવસો પહેલા જ દિલ્હી સચિવાલયમાં ચેમ્બરની બહાર આવતા જ એક વ્યક્તિએ મરચાનો પાવડર ફેંક્યો હતો. આ દરમિયાન ધક્કા-મુક્કીમાં કેજરીવાલના ચશ્મા પણ તૂટી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે કેજરીવાલ ત્રીજા માળે સ્થિત પોતાની ચેમ્બરથી ભોજન કરવા માટે જઈ રહ્યા હતા.

    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Delhi CM Kejriwal, Janta Darbar, અરવિંદ કેજરીવાલ, દિલ્હી પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन