Home /News /national-international /

અમેરિકામાં ફરી ત્રાટક્યું બરફનું વાવાઝોડું, સ્કૂલ-કોલેજો બંધ

અમેરિકામાં ફરી ત્રાટક્યું બરફનું વાવાઝોડું, સ્કૂલ-કોલેજો બંધ

    છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના લોકો બરફના વાવાઝોડાનો સામનો કરી રહ્યાં છે, ગત મહિને -40 ડિગ્રી તાપમાન સહન કર્યા બાદ ફરી એકવાર બરફનું વાવાઝોડું આવ્યું છે. અહીં મિડવેસ્ટ અને ઇસ્ટ કોસ્ટમાં વધુ એકવાર વાવાઝોડું ત્રાટક્યું છે. બુધવારથી અહીં વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. 39 રાજ્યો હિમવર્ષાની અસર હેઠળ છે.

    સ્થિતિ એટલી તંગ છે કે સમગ્ર દેશમાં મુખ્ય એરપોર્ટ પર 2,200 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને 4,700 ફ્લાઇટ્સ મોડી પડી છે. વાવાઝોડાંના કારણે મોટાંભાગની સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે વોશિંગ્ટન ડી.સી.ની ફેડરલ ઓફિસો પણ બંધ છે. ન્યૂયોર્ક શહેરમાં બરફવર્ષા થયા બાદ અમેરિકાની મોટાંભાગની સ્કૂલો હિમવર્ષાની આગાહીના પગલે બંધ કરી દેવામાં આવી હતી. ફિલાડેલ્ફિઆમાં 1 વાગ્યા બાદ કોલ બ્લૂ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયાના આ ખતરનાક એરપોર્ટ પર પાયલોટના પણ ઉડી જાય છે હોશ

    બુધવારે આ વાવાઝોડું નોર્થ મિનેસોટાથી મિઝોરી પહોંચ્યુ હતું ત્યારબાદ મિડ-એટલાન્ટિક રિજન પહોંચ્યું. બુધવાર રાત સુધી સેન્ટ્રલ પ્લેન્સમાં ભારે હિમવર્ષા થઇ, ત્યારબાદ ડેટ્રોઇટ, શિકાગો, પિલાન્ડેફિયા, ન્યૂયોર્ક અને ડીસીમાં હિમવર્ષા થઇ હતી. વોશિંગ્ટનમાં 6 ઇંચ બરફવર્ષા નોંધવામાં આવી હતી. સાઉથ-સેન્ટ્રલ પેન્સિલવેનિયામાં 7 ઇંચ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે પ્રભાવિત રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હતો.

    બુધવારે આ વાવાઝોડું નોર્થ મિનેસોટાથી મિઝોરી પહોંચ્યુ હતું ત્યારબાદ મિડ-એટલાન્ટિક રિજન પહોંચ્યુ. બુધવાર રાત સુધી સેન્ટ્રલ પ્લેન્સમાં ભારે હિમવર્ષા થઇ, ત્યારબાદ ડેટ્રોઇટ, શિકાગો, પિલાન્ડેફિયા, ન્યૂયોર્ક અને ડીસીમાં હિમવર્ષા થઇ હતી. વોશિંગ્ટનમાં 6 ઇંચ બરફવર્ષા નોંધવામાં આવી હતી. સાઉથ-સેન્ટ્રલ પેન્સિલવેનિયામાં 7 ઇંચ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે પ્રભાવિત રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હતો.

    હિમવર્ષાના કારણે મિડ-એટલાન્ટિક અને નોર્થ ઇસ્ટમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું. વાવાઝોડાંની અસર હેઠળ હાત 39 રાજ્યો છે અને અમેરિકાની 60 ટકા વસતીને આ વાવાઝોડાંના પ્રભાવ હેઠળ છે. આજે નોર્થ એરિઝોના અને સેન્ટ્રલ એરિઝોનામાં ભારે વરસાદ થવાની આગાહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन