Home /News /national-international /

PM મોદીને વધુ એક ક્લીનચીટ, પાટણમાં ભાષણ મામલે નોંધાઇ હતી ફરિયાદ

PM મોદીને વધુ એક ક્લીનચીટ, પાટણમાં ભાષણ મામલે નોંધાઇ હતી ફરિયાદ

ફાઇલ તસવીર

    ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક રાહત આપી છે. સતત ચોથા કેસમાં પીએમ મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે. ગુજરાતના પાટણમાં 21મી એપ્રિલે મોદીએ ચૂંટણી રેલીમાં જે ભાષણ આપ્યું હતું તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ કોઇ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.

    સમગ્ર મામલે ચૂંટણી પંચે કહ્યું કે ફરિયાદને ધ્યાને રાખી તમામ પહેલુઓની જીણવટભરી તપાસ કર્યા બાદ સ્પષ્ટ છે કે મોદીએ આદર્શ આચાર સંહિતા અથવા નિયમોનું કોઇપણ પ્રકારે ઉલ્લંઘન કર્યું નથી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભામાં અનેક વખત સેના અને બાલાકોટ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. એક ચૂંટણી રેલીમાં મોદીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસી માર્યા, ઇજા ત્યાં થઇ, દુખાવો અહીં થયો. આ સિવાય 21મી એપ્રિલે પાટણમાં મોદીએ કહ્યું હતું કે સારુ થયું પાકિસ્તાને પાયલટને પરત મોકલવાની જાહેરાત કરી દીધી, નહીં તો એ રાત કતલની રાત હોત.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Clean chit, Election commission, Lok sabha election 2019, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन