ફરી બદલાઈ જશે વડાપ્રધાન નિવાસસ્થાનનું સરનામું? આર્કિટેક્ટે કરી ભલામણ

News18 Gujarati
Updated: November 3, 2019, 9:26 AM IST
ફરી બદલાઈ જશે વડાપ્રધાન નિવાસસ્થાનનું સરનામું? આર્કિટેક્ટે કરી ભલામણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

અમદાવાદની આર્કિટેક્ટ ફર્મને સેન્ટ્રલ દિલ્હીની કાપાપલટ કરવાની કામગીરી સોંપવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નિવાસસ્થાનનું સરનામું ફરીથી બદલાઈ શકે છે. મૂળે, એક આર્કિટેક્ટ ફર્મે વડાપ્રધાનનું નિવાસસ્થાન (PM Residence)ને બદલવાની ભલામણ કરી છે. આ કંપનીની સેન્ટ્રલ દિલ્હીને ડિઝાઇન કરવા માટે પસંદગી કરવામાં આવી છે.

નવું સરનામું શું હશે?

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' મુજબ, આર્કિટેક્ટ ફર્મે વડાપ્રધાનના નિવાસ્થાનને 7 લોક કલ્યાણ માર્ગથી રાયસીના હિલ્સ એટલે કે રાષ્ટ્રપતિ ભવનના દક્ષિણમાં ડેલહાઉસી રોડ હટમેંટ્સ પર શિફ્ટ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત આ ફર્મે વડાપ્રધાનની ઑફિસ (PMO)ને પણ બદલવાની ભલામણ કરી છે. જોકે, તેના વિશે અંતિમ નિર્ણય અન્ય પક્ષો સાથે વાતચીત બાદ લેવામાં આવશે. નોંધનીય છે કે, પહેલા લોક કલ્યાણ માર્ગનું નામ રેસ કોર્સ રોડ હતું.

રાજપથની કાયાપલટ થશે

આ આર્કિટેક્ટ ફર્મ અમદાવાદની છે. આર્કિટેક્ચર એન્ડ અર્બન ડિઝાઇનની આ કંપનીએ સેન્ટ્રલ દિલ્હીમાં ફેરફાર કરવાની અનેક ભલામણો કરી છે. કંપની તરફથી સંસદ ભવન અને કેન્દ્રીય સચિવાલયને પણ બદલવાની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના અઢી કિલોમીટર લાંબા રાજપથને પણ નવેસરથી ડિઝાઇન તૈયાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારી મુજબ ડિઝાઇન, આર્કિટેક્ચરથી જોડાયેલા પ્રસ્તાવો, ખાસ કરીને સંસદ ભવનનું નવું બિલ્ડિંગ અને ઑફિસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અંતિમ નિર્ણય પહેલા સરકાર, લોકસભા અધ્યક્ષ અને અન્ય મોટા પદાધિકારીઓ સાથે મંત્રણા-સૂચન લીધા બાદ લેવાામાં આવશે.

કેટલો ખર્ચ થશે?સરકારે આ સમગ્ર નિર્ણય પર લગભગ 10 હજાર કરોડ રૂપિયાન ખર્ચનો અંદાજ લગાવ્યો છે. તેને પૂરું કરવા માટે માર્ચ 2024ની ડેડલાઇન રાખવામાં આવી છે. એટલે કે આગામી લોકસભા ચૂંટણીથી માત્ર બે મહિના પહેલા પૂરું કરવાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો, જ્યારે PM મોદીએ આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો તો બેંકોક સ્ટેડિયમમાં આવું દૃશ્ય સર્જાયું
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading