17 દિવસમાં 70 રેલી બાદ નવજોત સિદ્ધુની 'બોલતી બંધ!'

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં રહી સિદ્ધુની ડિમાન્ડ, તેઓએ 17 દિવસમાં 70 રેલીઓને સંબોધિત કરી

News18 Gujarati
Updated: December 6, 2018, 4:55 PM IST
17 દિવસમાં 70 રેલી બાદ નવજોત સિદ્ધુની 'બોલતી બંધ!'
નવજોતસિંહ સિદ્ધુ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 6, 2018, 4:55 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: પોતાના ભાષણની કુનેહ માટે જાણીતા પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુનું ગળું બેસી ગયું છે. ડોક્ટર્સે તેમને હવે ન બોલવાની સલાહ આપી છે. સિદ્ધુને સલાહ આપવામાં આવી છે કે તેઓ 4-5 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરે.

પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન નવજોતસિંહ સિદ્ધુએ કુલ 70 રેલીઓને સંબોધિત કરી. સિદ્ધુએ આ રેલીઓને માત્ર 17 દિવસોમાં સંબોધિત કરી. જેના કારણે તેમને ગળામાં તકલીફ થઈ ગઈ. હવે ડૉક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા કરતારપુર કોરિડોર અને પછી રેલીઓમાં સતત વિવાદાસ્પદ ભાષણોથી સિદ્ધુ ચર્ચામાં રહ્યા. ડૉક્ટર્સે સિદ્ધુને કહ્યું કે તે પોતાનો અવાજ ગુમાવવાના આરે હતા.

આ પણ વાંચો, અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌરને ક્લીન ચિટ

ડૉક્ટર્સ મુજબ, સતત હેલિકોપ્ટર યાત્રા કરવાના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી. સિદ્ધુ પહેલા જ એમ્બોલિજમની સારવાર કરાવી રહ્યા છે. મહત્વનું છે કે, પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સિદ્ધુની ઘણી ડિમાન્ડ રહી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ સિદ્ધુની જ સૌથી વધુ ડિમાન્ડ રહી.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर