યવતમાલ (મહારાષ્ટ્ર). મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલ (Yavatmal)માં એક દુર્ઘટનામાં સ્થાનિક ‘રેન્ચો’નું મોત (Yavatmal’s Rancho Dies) થઈ ગયું છે. મૂળે, યવતમાલના રહેવાસી શેખ ઈસ્માઇલ ઇબ્રાહિમ (Shaikh Ismalil Ibrahim)ને લોકો પ્રેમથી રેન્ચો (Rancho) કહેતા હતા. તેઓ નાનપણથી જ ભંગાર અને નકામી વસ્તીઓમાંથી જુગાડ (Jugaad) કરીને કંઈને કંઈ બનાવતા રહેતા હતા. થોડા સમય પહેલા તેમણે ખૂબ જ મહેનતથી હેલિકોપ્ટર (Helicopter) બનાવ્યું હતું. તેને તેઓ સ્વતંત્રતા દિવસ (Independence Day) પર ઉડાવવા માંગતા હતા. આ પહેલા શેખ ઈસ્માઈલે હેલિકોપ્ટરનો ટ્રાયલ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન દુર્ઘટનામાં તેમનું મોત થઈ ગયું.
આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની છે. મહાગાંવ તાલુકાના ફુલસાવંગી ગામના રહેવાસી શેખ ઈસ્માઇલ ઉર્ફે રેન્ચોની ઉંમર માત્ર 24 વર્ષ હતી. નાનપણથી તે જુગાડ ટેકનીક (Jugaad Technology) માં મહારથી હતા. તે ભંગાર અને અન્ય નકામી વસ્તુઓમાથી કેટલીક મજાની વસ્તુઓ બનાવતા હતા. ઈસ્માઈલનું હુલામણું નામ મુન્ના હતું એટલે જ તેણે પોતાના હેલિકોપ્ટરનું નામ ‘મુન્ના હેલિકોપ્ટર’ (Munna Helicopter) આપ્યું હતું.
શેખ ઈસ્માઇલે પોતાના હેલિકોપ્ટરનું નામ ‘મુન્ના હેલિકોપ્ટર’ આપ્યું હતું. (ફાઇલ તસવીર- News18)
યવતમાલના આ રેન્ચોએ પોતાના જ વર્કશોપમાં ખૂબ જ મહેનત સાથે એક હેલિકોપ્ટર બનાવ્યું હતું. તેના માટે તેમણે દિવસ-રાત એક કરી દીધા હતા. જ્યારે હેલિકોપ્ટર બનીને તૈયાર થઈ ગયું તો શેખ ઈસ્લાઈલ તેને 15 ઓગસ્ટે ઉડાવવા માંગતા હતા. જોકે, આ પહેલા તેનું પરિક્ષણ કરવાની યોજના બનાવી હતી.
શેખ ઈસ્માઈલ પોતાના હેલિકોપ્ટરને મેદાનમાં લઈ ગયા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હેલિકોપ્ટરના ટેસ્ટિંગ જોવા માટે ઉપસ્થિત હતા. ઈસ્માઈલે હેલિકોપ્ટરનું એન્જિન સ્ટાર્ટ કર્યું. તે ઉડાન ભરવા તૈયાર હતા ત્યારે જ હેલિકોપ્ટરની બ્લેડ તેમના માથા પર પડી ગઈ. તેના કારણે તેમનું મોત હેલિકોપ્ટરની અંદર જ થઈ ગયું.
શેખ ઈસ્માઇલે નાનપણથી જ હેલિકોપ્ટર બનાવીને તેમાં બેસીને ફરવાનું સપનું જોયું હતું. (ફાઇલ તસવીર- News18)
ફુલસાવંગી ગામના લોકોએ જણાવ્યું કે, શેખ ઈસ્માઇલે નાનપણથી જ હેલિકોપ્ટર બનાવીને તેમાં બેસીને ફરવાનું સપનું જોયું હતું. તેનો ભાઈ વેલ્ડિંગનું કામ કરતો હતો, તેને કારણે વેલ્ડિંગનું કામ તે પણ શીખી ગયો હતો. તેણે હેલિકોપ્ટર બનાવવા માટે જરૂરી ચીજો પણ શીખી હતી. પરંતુ હેલિકોપ્ટરનું ટેસ્ટિંગ કરતી સર્જાયેલી દુર્ઘટનામાં યવતમાલના રેન્ચો શેખ ઈસ્લાઈલ ઈબ્રાહિમનું અકાળે નિધન થયું છે. હેલિકોપ્ટરને જોવા બેંગલુરથી આવવાની હતી એક ટીમ
મીડિયા રિપોર્ટ મુજબ, શેખ ઈસ્માઈલના કાકા સિરાજુદ્દીને જણાવ્યું કે, મુન્નો વધારે ભણ્યો નહોતો પરંતુ તેની વિચારવાની શક્તિ ઘણી ઊંચી હતી. તેના હાથોમાં અનોખું હુનર હતું. સમગ્ર ગામમાં લોકો તેને રેન્ચો કહીને બોલાવતા હતા. તેણે બનાવેલા હેલિકોપ્ટરને જોવા બેંગલુરુથી એક ટીમ આવવાની હતી. આ જ કારત હતું કે ઈસ્માઇલે એક દિવસ પહેલા ટ્રાયલનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનું નિધન થયું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર