Home /News /national-international /

Chandrayaan Mission: આજથી બે વર્ષ પહેલા તૂટેલા સપનાને પૂર્ણ કરશે ચંદ્રયાન-3, જાણો મિશન વિશે બધું જ

Chandrayaan Mission: આજથી બે વર્ષ પહેલા તૂટેલા સપનાને પૂર્ણ કરશે ચંદ્રયાન-3, જાણો મિશન વિશે બધું જ

7 સપ્ટેમ્બર 2019ના રોજ ઇસરોનું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીના માત્ર કિલોમીટર દૂર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. (તસવીર-ISRO)

ચંદ્રયાન-2 અભિયાન હેઠળ બે વર્ષ પહેલા આજના જ દિવસે ISROનું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર પર સફળતાપૂર્વક ઉતરી નહોતું શક્યું, ચંદ્રયાન-3 પૂર્ણ કરશે ભારતીયોનું સપનું

ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO) વિશ્વમાં ઘણી પ્રતિષ્ઠા ધરાવે છે. અવકાશ સંશોધનમાં ISROએ ઘણી સિદ્ધિઓ મેળવી છે. ખર્ચની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ ઓછા ખર્ચે આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પહેલાં આજના જ દિવસે ઇસરોના વિક્રમ લેન્ડરે (Vikram Lander) ચંદ્રની સપાટીથી માત્ર બે કિલોમીટરના અંતરે અચાનક સંપર્ક ગુમાવ્યો હતો, ત્યારે કોઈ માનતું ન હતું કે આવું થયું. ભારતનું પ્રથમ પ્રજ્ઞાન રોવરને (Pragyan Rover) ચંદ્રયાન -2 અભિયાન હેઠળ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર નહોતું ઉતરી શક્યું. ત્યારે હવે ઈસરો ચંદ્રયાન-3ની (Chandrayan 3) તૈયારી કરી રહ્યું છે.

બે વર્ષ પહેલા શું થયું હતું?

ચંદ્રયાન-2 (Chandrayan 2) અભિયાન અંતર્ગત ઇસરોએ (ISRO) ચંદ્ર પર એક ઓર્બિટર, લેન્ડર અને રોવર એકસાથે મોકલ્યા હતા. જેમાં ઓર્બિટરને તેની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા બાદ પ્રજ્ઞાન રોવર સાથે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધ્યું હતું, પરંતુ અંતિમ ક્ષણોમાં લેન્ડરના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો. જેના કારણે ઈસરો મોટી સફળતાથી વંચિત રહી ગઈ ગયું હતું, પરંતુ ચંદ્રયાન-2 અભિયાનને નિષ્ફળતા ન કહી શકાય.

ઓર્બીટર રહ્યું સફળ

લેન્ડર અને રોવરની સફળતા એક મોટી સિદ્ધિ છે, પરંતુ ચંદ્રયાન-2ના ઓર્બિટરે દેશને અપેક્ષા કરતા વધારે સફળતા આપી છે. આ જ કારણ છે કે જ્યારે ઈસરોએ ફરી એક વખત ચંદ્ર પર લેન્ડર અને રોવર મોકલવાની તૈયારી કરી હતી.

હવે ચંદ્રયાન-3 અભિયાન (Chandrayan 3 Mission)

ચંદ્રયાન-2 બાદ હવે ચંદ્રયાન-3 ચંદ્ર પર મોકલવામાં આવશે. જેમાં માત્ર લેન્ડર અને રોવર હશે, ઓર્બિટર નહીં હોય. જોકે, ચંદ્રયાન-2ના ઓર્બિટર એ ઓર્બિટરની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3 વર્ષ 2022માં લોન્ચ કરવામાં આવશે, જેની લોન્ચિંગ તારીખ કોવિડ-19 મહામારી ફાટી નીકળવાથી પ્રભાવિત થઈ હતી. પરંતુ હવે તેને આગામી વર્ષના પ્રથમ છ મહિનામાં જ લોન્ચ કરવાનું આયોજન છે.

લેન્ડરમાં શું હશે નવું?

ચંદ્રયાન-3ના લેન્ડરમાં કેટલાક ફેરફાર કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચંદ્રયાન-3ના લેન્ડરમાં માત્ર ચાર થ્રોટેબલ એન્જિન હશે, જ્યારે ચંદ્રયાન-2ના લેન્ડરમાં 5 800 ન્યૂટન એન્જિન હતા, જેમાં 5મું લેન્ડરની મધ્યમાં લગાવાયું હતું. આ ઉપરાંત લેન્ડર ડોપ્લર વેલોસીમીટર (LDV) પણ આ લેન્ડરમાં લગાવવામાં આવશે.

ઇસરોના ચંદ્રયાન 2 મિશનને ઘણે અંશે સફળ જ માનવામાં આવે છે. (ફાઇલ તસવીર- ISRO)


આ પણ વાંચો, ભારતનો EOS સેટેલાઇટ ગેમચેન્જર સાબિત થયો હોત.. પણ ક્રાયોજેનિક એન્જીને બાજી બગાડી


લોન્ચિંગ સફળ રહ્યું

ઘણા લોકો ચંદ્રયાન-2ની સફળતા પર શંકા વ્યક્ત કરે છે, પરંતુ જો આ અભિયાનનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવે તો તે એક રીતે સફળ કહેવાય. સૌપ્રથમ તો લેન્ડર, રોવર અને ઓર્બીટરને લોન્ચ કરનાર GSLV Mark-3 રોકેટની અભિયાનમાં સફળ ભૂમિકા ગણાય. જે તેના સમયનું સૌથી મોટું રોકેટ હતું, જેને બાહુબલી નામ આપવામાં આવ્યું હતું.

ઓર્બીટરની સફળતા

GSLV માર્ક 3 રોકેટનું પ્રક્ષેપણ સમગ્ર મિશનનો મુખ્ય ભાગ હતું. આ સાથે જ ચંદ્રયાન-2 ને ખૂબ જ ચોકસાઈ સાથે તેની ભ્રમણકક્ષામાં લાવવામાં સફળતા પણ પ્રાપ્ત થઈ. ત્યારબાદ જ લેન્ડરનું કામ શરૂ થયું અને તે ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું હતું. જોકે, વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટીથી માત્ર 2 કિમીના અંતરે ઈસરોના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો.

આ પણ વાંચો, ISROથી ક્યાં થઈ ચૂક? જાણો કયા કારણોથી નિષ્ફળ થઈ ગયું મિશન EOS-3

આ ઉપરાંત ચંદ્રયાન-2ની વિશેષતા તેની ઓછી કિંમત હતી. તેનો ખર્ચ માત્ર 140 મિલિયન ડોલર એટલે કે માત્ર એક હજાર કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર 2019માં કહેવામાં આવ્યું હતું કે ઈસરોએ ચંદ્રયાન-3 માટે 75 કરોડ રૂપિયા એટલે કે 11 મિલિયન ડોલર માંગ્યા હતા. ત્યારબાદ ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું હતું કે આ અભિયાનનો ખર્ચ લગભગ 615 કરોડ એટલે કે 86 મિલિયન ડોલર સુધી થઈ શકે છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Chandrayan 2, Chandrayan 3, Moon Mission, Pragyan Rover, Vikram Lander, ઇસરો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन