અજમેરઃ અનેક વૈજ્ઞાનિકોનું સપનું હોય છે કે તેમને એક વાર ચંદ્ર (Moon) પર જવાની તક મળે. પરંતુ રાજસ્થાન (Rajasthan)ના એક વ્યક્તિએ એવું કરી બતાવ્યું છે જે સાંભળીને તમે ચોંકી જશો. અજમેરના રહેવાસી આ વ્યક્તિએ પોતાની પત્નીને લગ્નની વર્ષગાંઠ (Marriage Anniversary) પર ચંદ્ર પર જમીનના એક ટુકડો ખરીદીને ગિફ્ટ કર્યો છે. હવે આ વ્યક્તિની ચર્ચા રાજસ્થાન ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહી છે.
મળતી જાણકારી મુજબ, આ વ્યક્તિનું નામ ધર્મેન્દ્ર અનિજા છે. તેઓએ પોતાના લગ્નની વર્ષગાંઠ પર પત્નીને ચંદ્ર પર ત્રણ એકર જમીન ભેટમાં આપી છે. બીજી તરફ, ધર્મેન્દ્રનું કહેવું છે કે તેઓએ પોતાની આઠમી લગ્ન વર્ષગાંઠ પર પોતાની પત્ની માટે કંઈક ખાસ ગિફ્ટ આપવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે અચાનક તેમણે વિચાર્યું કે ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટ કેમ ન આપવી.
આ પણ વાંચો, BSNLના 3 જોરદાર પ્લાન, ઓછી કિંમતમાં મળશે 40GB સુધી ઇન્ટરનેટ ડેટા સહિતના અનેક ફાયદા!
ધર્મેન્દ્રનું કહેવું છે કે 24 ડિસેમ્બરે અમારા લગ્નની વર્ષગાંઠ હતી. હું તેમના માટે કંઈક ખાસ કરવા માંગતો હતો. કોઈ કાર કે જ્વેલરી જેવી વસ્તુઓ ગિફ્ટ કરે છે, પરંતુ હું કંઈક અલગ કરવા માંગતો હતો. તેથી મેં તેના માટે ચંદ્ર પર જમીન ખરીદી અને પત્નીને ગિફ્ટમાં આપી. તેઓએ કહ્યું કે મને ખૂબ ખુશી છે. મને લાગે છે કે હું ચંદ્ર પર જમીન ખરીદનારો રાજસ્થાનનો પહેલો વ્યક્તિ છું. ધર્મેન્દ્રની પત્ની સપનાનું કહેવું છે કે તેમને પોતાના પતિથી આ પ્રકારની વિશેષ દુનિયાની બહારની ગિફ્ટ પ્રાપ્ત કરવાની અપેક્ષા નહોતી.
ભૂખ્યા પેટે રખડી રહ્યું હતું કૂતરું, મહિલાએ ખાવાનું આપ્યું તો આવી ગયા આંસુ, જુઓ VIDEO
લૂનર સોસાયટી ઇન્ટરનેશનલના માધ્યમથી ત્રણ એકર જમીન ખરીદી
મળતી જાણકારી મુજબ, ધર્મેન્દ્રએ અમેરીકાના ન્યૂયોર્ક શહેરની એક ફર્મ લૂનર સોસાયટી ઇન્ટરનેશનલ (Lunar Society International)ના માધ્યમથી ત્રણ એકર જમીન ખરીદી છે. તેઓએ કહ્યું કે જમીન ખરીદ્યા બાદ પ્રક્રિયા પૂરી થવામાં લગભગ એક વર્ષ લાગી ગયું.
Published by:Mrunal Bhojak
First published:December 27, 2020, 12:15 pm