આગરા : પરિવારજનોએ દીકરીના લગ્ન એક ડોક્ટર સાથે ધામધૂમથી કર્યા, પરંતુ હનીમૂન દરમિયાન કઈંક એવું થયું કે, દુલ્હનના અરમાનો પર પાણી ફરી વળ્યું. નવવિવાહિતના પરિવારનોએ ડોક્ટર જમાઈ સહિત સાસરીયાઓ વિરુદ્ધ દગો કરવા, દહેજ, મારપીટ અને ધમકી આપવાનો કેસ કર્યો છે. પરિણીતાએ જણાવ્યું કે, મનાલીમાં હનીમૂન દરમિયાન ડોક્ટર પતિએ જણાવ્યું કે, તે કોઈ યુવકને પ્રેમ કરે છે, તે સમલૈંગિક (Gay) છે. એટલું જ નહીં, પતિએ તેને પહાડ પરથી ધક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો.
તમને જણાવી દઈએ કે, પરિણીતા એક શિક્ષિકા છે. તેના લગ્ન મે 2019માં હાથરસના રહેવાસી એક ડોક્ટર સાથે થયા. પરિવારજનોએ મોટા અરમાનો સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા, લગ્નમાં 30 લાખનો ખર્ચ કર્યો હતો. લગ્નના બે દિવસ બાદ કપલ કુલ્લુ-મનાલી ગયું હતું. જ્યાં એક શાનદાર રિસોર્ટ બુક કરાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, હનિમૂન પર પતિનો મૂડ ખરાબ હતો, તેણે પુછ્યું તો ગુસ્સે થઈ ગયા અને મારમાર્યો.
લગ્નના તુરંત બાદ પતિનું આ સ્વરૂપ જોઈ પરિણીતા ગભરાઈ ગઈ. પતિએ તેને કહ્યું કે, આ લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે. તે કોઈ અન્ય યુવકને પ્રેમ કરે છે, તે ગે છે. આ સાંભળી પરિણીતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ. પીડિતાએ કહ્યું કે, હનીમૂન દરમિયાન પતિએ તેને પહાડ પરથી ધક્કો મારી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો. હોટલમાં મારપીટ દરમિયાન હોટલ સ્ટાફે બચાવી હતી, અને પોલીસ પણ આવી હતી.
આ પણ વાંચો -
Video: ઘરની પાછળ ગાર્ડનમાંથી રોજ ડરામણો અવાજ આવતો, મહિલાએ CCTV જોયા તો ઉડી ગયા હોશ
આ સમયે તે પોલીસના મામલામાં પડવા માંગતી ન હતી. જેમ-તેમ મામલો શાંત થયો અને તે હનીમૂન પરથી પતિ સાથે પાછી આવી ગયા. સાસરીમાં પહોંચ્યા બાદ પતિએ રોજ માર-પીટ શરૂ કરી દીધી અને દહેજની માંગણી કરવા લાગ્યા, જેથી તે પીયર આવતી રહી.
પીડિતાએ કહ્યું કે, ત્યારબાદ ઓગસ્ટ 2019માં સાસરીયાઓએ 10 લાખની માંગણી કરી તો તેણે પોલીસ ફરિયાદ કરી. ત્યારબાદ સમાધાન માટે કેટલીક પંચાયતો થઈ, પરંતુ તેનું કોઈ પરિમામ ન આવ્યું. પોલીસે કેસ પરિવાર પરામર્શ કેન્દ્રમાં મોકલ્યો તો તે દરેક તારીખ પર જતી હતી, પરંતુ પતિ આવતા ન હતા. એક વાર પતિ આવ્યા તો તે કઈં સાંભળવા માટે તૈયાર જ ન હતી. આ મામલે કાઉન્સેલિંગ પણ ફેઈલ થઈ. હવે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પતિ સહિત સાસરી પક્ષના લોકોને આરપી બતાવવામાં આવ્યા છે.