સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ફરી ખોલવામાં આવશે. મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધને જોતા પૂરા વ્સાતારમાં ત્રણ દિવસ માટે 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી 2000 જવાન પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આ બાજુ હિન્દુ સંગઠનોએ મીડિયા સંસ્થાઓને ન્યૂઝ કવર માટે મહિલા પત્રકારોને ન મોકલવાની અપીલ કરી છે.
સબરીમાલા કર્મ સમિતિએ એવી અપિલ કરી છે કે. આ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એક્યાવિદી સહિત કેટલાએ દક્ષિણપંથી સંગઠનોનું સંયુક્ત મંચ છે. સબરીમાલા કર્મ સમિતિ સળંગ મંદિરમાં મહિલાઓના પ્રવેશના નિર્ણયનો વિરોધ કરી રહી છે.
સમિતિએ સંપાદકોને લખ્યો પત્ર
સમિતિએ સંપાદકોને લખેલા પત્રમાં 10થી 50 વર્ષ સુધીની મહિલા પત્રકારોને ન મોકલવાનું કહ્યું છે. સમિતિનું કહેવું છે કે, મહિલા પત્રકાર આવવાથી સ્થિતિ વધારે બગડી શકે છે. સુપ્રીમકોર્ટે 28 સપ્ટેમ્બરે સમબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશનો નિર્ણય સંભળાવ્યો હતો. પહેલા અહીં 10 વર્ષની બાળકીથી લઈ 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ પ્રથા 800 વર્ષથી ચાલી આવી રહી હતી.
કોર્ટના નિર્ણય બાદ પણ કોઈ મહિલા નથી કરી શકી પ્રવેશ
કોર્ટના નિર્ણયનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા 17-22 નવેમ્બર સુધીમાં મંદિર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ થવાના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઈ મહિલા દર્શન નથી કરી શકી. આ દરમ્યાન કેટલીક મહિલા પત્રકારો અને યુવતીઓએ પ્રવેશવાની કોશિસ કરી હતી. પ્રદર્શનકારીઓએ પત્રકારોના વાહનો સાથે તોડફોડ કરી હતી અને તેમણે રસ્તા વચ્ચેથી પાછા ફરવું પડ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવા પર 536 મામલા નોંધવામાં આવ્યા છે
પોલીસના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના પ્રવેશના અનુમતિનો વિરોધ કરનારા 536 લોકો પર મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં 3719 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, આમાંથી માત્ર 100 લોકો જ જેલમાં છે. બાકી લોકોને જામીન મળી ગઈ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર