Home /News /national-international /

J&K મુદ્દે UNSCએ સ્વીકારી ચીન-પાક.ની વાત, આજે કરશે 'બંધ બારણે' બેઠક

J&K મુદ્દે UNSCએ સ્વીકારી ચીન-પાક.ની વાત, આજે કરશે 'બંધ બારણે' બેઠક

UNSC

આ પહેલા જમ્મુ-કાશ્મીર મુદ્દે 1965માં સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક મળી હતી

    જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક થશે. ચીને આ બેઠકની માંગ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાને પણ બે દિવસ પહેલા આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ડિપ્લોમેટ્સ મુજબ આ બેઠક બંધ ધારણે થશે. સુરક્ષા પરિષદના હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દે ચર્ચા કરવા માટે સવારે 10 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.

    બંધ બારણે બેઠક

    એવું ભાગ્યે જ બને છે જ્યારે સુરક્ષા પરિષદે કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હોય. આ પહેલા તેની પર સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક 1965માં થઈ હતી. આજે થનારી ચર્ચાને સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક માનવામાં નથી આવી રહી. તેને બંધ બારણે થનારી બેઠક કહેવામાં આવી રહી છે જે હવે ઘણી સામાન્ય થતી જઈ રહી છે.

    ચીનની માંગ પર બેઠક

    સમાચાર એજનસી પીટીઆઈને એક ડિપ્લોમેટે જણાવ્યું કે, બેઠક બોલાવવાનો અનુરોધ હાલમાં કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, ચીને સુરક્ષા પરિષદની કાર્યસૂચિમાં સામેલ 'ભારત-પાકિસ્તાન સવાલ' પર બંધ બારણે ચર્ચાની માંગ કરી છે. આ માંગ પાકિસ્તાન તરફથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખેલા પત્રના સંદર્ભમાં કરવામાં આવી છે.

    આ પણ વાંચો, કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ, રાજ્યપાલે કહ્યુ- હાર માની ચૂક્યા છે આતંકી

    UNSCને પાકિસ્તાને લખ્યો પત્ર

    જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનનો ઉકળાટ સતત સામે આવી રહ્યો છે. પાકિસ્તાને મંગળવારે UNSCની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. તેને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો.

    પોલેન્ડનો પાકિસ્તાનનો જોરદાર જવાબ

    જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા મુદ્દે પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના પ્રયાસમાં છે, પરંતુ તેને દરેક જગ્યાએથી આંચકો લાગી રહ્યો છે. પાકિસ્તાન આ પહેલા પણ આ મુદ્દાને લઈને UNSC ગયું હતું. પરંતુ ત્યાં UNSCના હાલના અધ્યક્ષ દેશ પોલેન્ડે સ્પષ્ટ કહી દીધું હતું કે પાકિસ્તાને આ મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. UNSCની અધ્યક્ષતા હાલમાં પોલેન્ડ પાસે છે.

    આ પણ વાંચો, પુણ્યતિથિ: જો અટલજી ન હોત તો આ 4 મામલે ભારત પાછળ રહી જાત
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Article 370, Jammu and kashmir, United nations, પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન

    આગામી સમાચાર