પ્રેમિકા સાથે ઝઘડો થયા બાદ 2 સંતાનોના પિતાએ કરી આત્મહત્યા, મોબાઈલમાં કેદ કરી કમકમાટી ભરી ઘટના

પ્રેમિકા સાથે ઝઘડો થયા બાદ 2 સંતાનોના પિતાએ કરી આત્મહત્યા, મોબાઈલમાં કેદ કરી કમકમાટી ભરી ઘટના
મૃતકની ફાઈલ તસવીર

ગળામાં ફંદો લગાવીને ઝાફરે બચવાની કોશિશ કરી હતી પંરતુ ફંદો ગળામાં એવો કસાઈ ગયો હતો કે થોડી જ ક્ષણોમાં ઝાફર તડપતા તડપતા મોતને ભેટ્યો હતો.

 • Share this:
  સુમિત કુમાર, પાનીપતઃ હરિયાણાના (Haryana) પાનીપત (Panipat) જિલ્લામાં એક વ્યક્તીની આત્મહત્યાની (suicide) રુંવાડા ઊભા કરી દે એવો વીડિયો (video) સામે આવ્યો છે. આત્મહત્યાની આખી ઘટના આ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. 25 વર્ષીય ઝાફર બત્રા કોલોનીમાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો.

  પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાફરની ફેક્ટરીમાં કામ કરનારી એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. મોત પહેલા યુવકે યુવતી સાથે વીડિયો કોલ ઉપર વાત કરી હતી. ત્યારે વાતચીત દરમિયાન કોઈ વાતને લઈને ઝઘઢો થયો હતો.  ત્યારબાદ ગુસ્સામાં યુવકે મોતને ગળે લગાવવાનું નક્કી કર્યું હતું. વીડિયો કોલ ખતમ થતાં જ તેણે પોતાના મોબાઈલનો કેમેરા ઓન કરીને રૂમમાં ગળાફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

  આ પણ વાંચોઃ-વાપીઃ ST બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર રંગેહાથે ઝડપાયા, બંને બસનો ઉપયોગ કરી કરતા હતા 'કાળું કામ'

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  ગળામાં ફંદો લગાવીને ઝાફરે બચવાની કોશિશ કરી હતી પંરતુ ફંદો ગળામાં એવો કસાઈ ગયો હતો કે થોડી જ ક્ષણોમાં ઝાફર તડપતા તડપતા મોતને ભેટ્યો હતો. મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી વિજેન્દ્ર સિંહનું કંઈક અલગ કહેવું છે.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

  વિજેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાઆણે યુવક માનસિંક રૂપથી પરેશાન રહેતો હતો. એટલા માટે તેણે આત્મહત્યા કરી હતી. જોકે, પરિવારે તેની પ્રેમિકા ઉપર આરોપ લગાવ્યો હતો. મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો કે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી.  પરિવારના લોકોએ યુવતી ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરંતુ પરિવારના લોકોનો આરોપ છે કે ઝાફરની આત્મહત્યા પાછળ યુવતીનો હાથ છે. તેણે ઝાફરને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો હતો. પોલીસે અત્યારે તપાસ કરી રહી છે.
  Published by:ankit patel
  First published:June 04, 2021, 23:32 IST

  ટૉપ ન્યૂઝ