CAAના વિરોધ પર આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું, ભીડને હિંસા માટે એ ભડકાવવી લીડરશિપ નથી

News18 Gujarati
Updated: December 26, 2019, 2:43 PM IST
CAAના વિરોધ પર આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું, ભીડને હિંસા માટે એ ભડકાવવી લીડરશિપ નથી
આર્મી ચીફ બિપિન રાવત (ફાઇલ તસવીર)

આર્મી ચીફના લીડરશિપવાળા નિવેદન પર દિગ્વિજય-ઓવૈસી ભડક્યા, બંનેએ આપી આ સલાહ

  • Share this:
નવી દિલ્હી : દેશના અનેક હિસ્સામાં નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) પર થયેલા હિંસક પ્રદર્શન પર આર્મી ચીફય બિપિન રાવત (Chief of Army Staff Bipin Rawat)એ સવાલ ઉઠાવ્યા છે. એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, ભીડને તોફાનો માટે ભડકાવવી કોઈ લીડરશિપ નથી. જનરલ રાવતે આ હિંસક પ્રદર્શનમાં કૉલેજ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સામેલ થવા પર સવાલ ઉઠાવ્યા.

બિપિન રાવતે કહ્યું કે, નેતા એ નથી હોતા જે લોકોને ખોટી દિશામાં લઈને જાય. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં કૉલેજ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે. આ બધા હિંસા કરી રહ્યા છે, સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ કોઈ લીડરશિપ નથી.

આર્મી ચીફના આ નિવેદન પર કૉંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. આ બંને નેતાઓએ બિપિન રાવતને તેમના નિવેદન પર સલાહ પણ આપી દીધી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, હું જનરલ સાહેબની વાતોથી સહમત છું. પરું નેતા તેઓ નથી હોતા જે પોતાના અનુયાયીઓને સાંપ્રદાયિક હિંસાના નરસંહારમાં સામેલ થવા દે છે. શું તમે મારાથી સહમત છો જનરલ સાહેબ?
અસુદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, લીડરશીપનો અર્થ એવો પણ થાય છે કે લોકો પોતાની ઑફિસની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. તે નાગરિક વર્ચસ્વના વિચારને સમજવા અને તે સંસ્થાની અખંડતાને સંરક્ષિત કરવા અંગે છે, જેનું તમે નેતૃત્વ કરો છો.

નોંધનીય છે કે, હિંસાને લઈને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ બુધવારે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં થયેલા હિંસક પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, યૂપીમાં કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શનના નામે હિંસા કરી. તેઓ પોતની જાતને સવાલ પૂછે કે શું તેમનો આ રસ્તો યોગ્ય હતો? જે બધું સળગાવી દેવામાં આવ્યું શું તે તેમના બાળકો માટે કામ નહોતું આવવાનું? પીએમ મોદીએ કહ્યું હતું કે, હિંસામાં જે લોકોના મૃત્યુ થયા, જે લોકો ઘાયલ થયા તેમના પરિવારની શું સ્થિતિ થઈ હશે? હું અફવાઓથી દોરાઈને સરકારી સંપત્તિને તોડનારાઓને આગ્રહ કરીશ કે સાર્વજનિક સંપત્તિને બચાવીને રાખવી તેમની પણ જવાબદારી છે.

આ પણ વાંચો,

ડિટેન્‍શન સેન્ટર પર રાહુલનો મોદી પર હુમલો : 'RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે'
જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ
First published: December 26, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading