Home /News /national-international /ભાગવતની ટિપ્પણી પર બોલ્યા પવાર- જાતિ વ્યવસ્થા માટે માફી પુરતી નથી, વ્યવહારમાં દેખાવવું જોઈએ
ભાગવતની ટિપ્પણી પર બોલ્યા પવાર- જાતિ વ્યવસ્થા માટે માફી પુરતી નથી, વ્યવહારમાં દેખાવવું જોઈએ
ભાગવતની ટિપ્પણી પર બોલ્યા પવાર.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંધસચાલક મોહન ભાગવતે ગઈકાલે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાષણ આપતા કહ્યું હતું કે કર્ણ અને જાતિવ્યવસ્થા એક જૂની વિચારશરણી હતી. હવે તેને ભૂલી જવું જોઈએ. પહેલા જે ભૂલો થઈ છે, તેની પર બ્રાહ્મણોએ પ્રાશ્ચિત કરવી લેવું જોઈએ.
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંધસચાલક મોહન ભાગવતે ગઈકાલે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાષણ આપતા કહ્યું હતું કે કર્ણ અને જાતિવ્યવસ્થા એક જૂની વિચારશરણી હતી. હવે તેને ભૂલી જવું જોઈએ. પહેલા જે ભૂલો થઈ છે, તેની પર બ્રાહ્મણોએ પ્રાશ્ચિત કરવી લેવું જોઈએ. પૂર્વજોની ભૂલોને માની લેવામાં કોઈ ખચકાટ નથી. તમામ પૂર્વજોથી ભૂલ થઈ છે. શાસ્ત્રોમાં બ્રાહ્મણ કર્મથી થવાતું હતું, જન્મથી નહિ. પછીથી બ્રાહ્મણોને જન્મથી માની લેવામાં આવવા લાગ્યા અને શાસ્ત્રોએ પછીથી આ ખરાબ વાતને સ્વીકારી લીધી. આ નિવેદન પર રાષ્ટ્રવાદી પાર્ટી પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે.
વાત વ્યવહારમાં પણ દેખાવવી જોઈએ
શરદ પવાર હાલ નાગપુરના પ્રવાસે છે. અહીં એરપોર્ટ પર તેમને પત્રકારોએ જાતિ વ્યવસ્થાને લઈને આરએસએસ પ્રમુખના નિવેદન વિશે પૂછ્યું તો શરદ પવારે કહ્યું સારી વાત છે કે મોહન ભાગવતે એ માન્યું છે કે જે સમાજમાં ભેદભાવ પેદા થાય છે, અસમાનતા સર્જાય છે, તેને આપણે ત્યાગવી જોઈએ. સમાજના એક વર્ગનું ઘણા સમયથી શોષણ કરવામાં આવી રહ્યું છે. એ વાતનો અનુભવો થવો તે સારી વાત છે. જોકે માત્ર માંફી માંગી લેવાથી કોઈનું કામ ચાલશે નહિ. એ વાત વ્યવહારમાં પણ દેખાવવી જોઈએ. શિવસેના કોની આ મુદ્દા પર એનસીપી પ્રમુખે કહ્યું કે મામલો ચૂંટણી કમિશનની પાસે પેન્ડિંગ છે, સુનાવણી ચાલુ છે. ચૂંટણી કમિશન નિર્ણય કરશે, આ વિષય પર હું કોઈ જ ટિપ્પણી નહીં કરું.
એનસીપીના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે પણ મોહન ભાગવતના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેવી ચૂંટણી આવે છે, અલગ-અલગ જાતિઓને આગળ લાવવાની ભાષાઓ શરૂ થઈ જાય છે. એક્શનમાં આવી વાત દેખાતી જ નથી. કથણી અને કરણીમાં જ્યારે ભેદ નહિ દેખાય ત્યારે લોકો એ વાત પર ભરસો કરશે. બીજી તરફ મોહન ભાગવતના નિવેદન પર પુનાની બ્રાહ્મણ સભાએ વાંધો વ્યક્ત કર્યો છે. બ્રાહ્મણ સભાના અધ્યક્ષ આનંદ દવેએ કહ્યું કે બ્રાહ્મણોએ માંફી માંગવાની સલાહ શાસ્ત્રોનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર માત્ર રાજકીય ફાયદા માટે કર્યો છે.
અખંડ ભારતનું સપનું
આનંદ દવેએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણ સમાજનો એક નાનો વર્ગ ભૂલ કરી રહ્યો હતો તો બ્રાહ્મણ સમાજનો જ મોટો વર્ગ તેમની ભૂલો સુધારવાની વાત પણ કરી રહ્યો હતો. એક નાના ગ્રુપની ભૂલ માટે આખા બ્રાહ્મણ સમાજે શાં માટે માંફી માંગવી જોઈએ, જે હિન્દુત્વનું સપનું દેખાડીને મોલવીઓ અને ઈમામને મળીને રહી રહ્યાં છે. અખંડ ભારતનું સપનું દેખાડીને અહીંના હિન્દુઓને એક વખત ફરી ધર્માંધ મુસ્લમાનોને હવાલે કરવાની વ્યવસ્થા થઈ રહી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર