રાજ ઠાકરેના જન્મદિવસ પર મહારાષ્ટ્રમાં પેટ્રોલ રૂ. 9 સસ્તા ભાવથી વેચાયું!

પરિવાર સાથે રાજ ઠાકરે

 • Share this:
  મહારાષ્ટ્રના લોકોને ગુરુવારે ખાસ ભેટ મળી હતી. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના જન્મ દિવસ પર રાજ્યમાં સસ્તા ભાવે પેટ્રોલ વેચવામાં આવ્યું હતું. આ જ કારણે અનેક પેટ્રોલપંપો પર લાંબી લાઇનો જોવા મળી હતી.

  પોતાના 50માં જન્મ દિવસ પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના પસંદગીના પેટ્રોલપંપો પર પેટ્રોલની કિંમતમાં રૂ. 4થી 9 સુધી ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી. ગુરુવારે મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ રૂ. 84.26 રૂપિયા હતો.

  એક એમએનએસ કાર્યકરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "સવારે આઠ વાગ્યાથી ઓછા ભાવે પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે. આ સ્કીમ બપોર સુધી ચાલશે. મહારાષ્ટ્રના પસંદગીના પેટ્રોલપંપ પર ટૂ-વ્હિલર ધારકો સસ્તુ પેટ્રોલ ભરાવી શકે છે."

  તેમણે જણાવ્યું હતું કે, "મુંબઈના ભિવંડી વિધાનસભા વિસ્તારમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 9 જેટલી ઓછી કિંમત વેચવામાં આવી રહ્યું છે."

  એક ટૂ-વ્હીલર માલિકે જણાવ્યું હતું કે લોકો ફૂલ ટેંક પેટ્રોલ ભરાવી રહ્યા છે. તેણે જણાવ્યું, "ઘણા લાંબા સમય પછી આવો પ્રસંગ આવ્યો છે જ્યારે મેં મારી ટેન્ક ફૂલ કરાવી છે. આ મોટી રાહત છે.'

  નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત બાબતે રાજ ઠાકરે ખુલ્લીને બીજેપીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે એક કાર્ટૂન પણ પોસ્ટ કર્યું હતું જેમાં પીએમ મોદી અને બીજેપીના અધ્યક્ષ આમ આદમીને હેરાન કરતા નજરે પડે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: