Home /News /national-international /નોટબંધીની બીજી વરસીએ જેટલી ધૂણ્યા: કહ્યુ, ઇરાદો નોટબંધીનો ન્હોતો પણ...

નોટબંધીની બીજી વરસીએ જેટલી ધૂણ્યા: કહ્યુ, ઇરાદો નોટબંધીનો ન્હોતો પણ...

અરુણ જેટલી (ફાઇલ તસવીર)

એક આંકડા મુજબ, નોટબંધી બાદ 99.3 ટકા પૈસા (જે 500 અને 1000 રૂપિયાની નોટનાં રૂપમાં હતા) તે બેંકોમાં પાછા જમા થઇ ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016નાં વર્ષમાં 8 નવેમ્બરમાં એક તુક્કો લગાડી સમગ્ર દેશનાં અર્થતંત્રને હચમચાવી દે તેઓ નિર્ણય લઇને નોટબંધી કરી હતી. આજે નોટબંધીને બે વર્ષ પુરા થયા. દેશમાં અનેક નાના-મોટા ઉદ્યોગોને હજુ કળ વળી નથી અને નોટબંધીનાં આ મારમાંથી ઉભા થઇ શક્તા નથી. ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, મોદીના નોટબંધીનાં તરંગી નિર્ણયથી અર્થતંત્રની કેડભાંગી નાંખી.

જો કે, દેશનાં નાણામંત્રી અરુણ જેટલીએ નોટબંધીની વરસી નિમીત્તે એક બ્લોગ લખીને કહ્યું કે, અમારો ઇરાદો નોટબંધીનો નહોતો પણ દેશનાં અર્થતંત્રને ઔપચારિકરૂપ આપવાનો હતો. નોટબંધીનો વિરોધ કરાનારા લોકો પાસે અધુરી માહિતી છે અને ખોટી ટીકા કરે છે. નોટબંધીની ટીકા કરાનારા લોકો એવું કહે છે કે, નોટબંધી પછી તમામ પૈસા બેંકમાં પાછા આવી ગયા અને એટલે નોટબંધીની કોઇ અસર કાળાનાણા પર થઇ નથી. અમારા ઇરાદો હતો કે, નોટબંધી થકી ટેક્સ ચોરી કરનારા લોકોને પકડીએ અને તેઓ ટેક્સ ભરતા થાય.”

એક આંકડા મુજબ, નોટબંધી બાદ 99.3 ટકા પૈસા (જે 500 અને 1000 રૂપિયાની નોટનાં રૂપમાં હતા) તે બેંકોમાં પાછા જમા થઇ ગયા.

જેટલીએ નોટબંધીનો બચાવ કરતા કહ્યું કે, “નોટબંધી દ્વારા દેશની અર્થવ્યવસ્થાને હચમચાવવાની જરૂર હતી. જેથી લોકો રોકડ રકમમાંથી ડિજીટલ સિસ્ટમ દ્વારા નાણા વ્યવહાર કરે અને ટેક્સ વ્યવસ્થા હેઠળ વધુને વધુ લોકોને લાવી શકાય.”

અરુણ જેટલીએ એમ પણ જણાવ્યું કે, નોટબંધી પછી સરકારે બીજા પણ અગત્યનાં નિર્ણયો લીધા જેનાં કારણે દેશનું અર્થતંત્રએ ઔપચારિક રૂપ ધારણ કર્યું. સરકારે સૌથી પહેલા વિદેશમાં રહેલા કાળા નાણાને દેશમાં પાછા લાવવા માટે પગલા લીધા અને જે લોકોએ કાળા નાણા જાહેર ન કર્યા તેમની સામે બ્લેક મની એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી ચાલે છે અને જે લોકો પાસે કાળુ નાણું છે તેમની સામે પગલા લેવાઇ રહ્યાં છે. વધારે લોકોને ટેક્સના દાયરામાં આવરી લેવા એ પણ નોટબંધીનો મહત્વનો આશય હતો. સમાજનાં પછાત વર્ગો પણ અર્થતંત્રમાં જોડાય એ પણ આશય હતો. લોકોએ જનધન યોજના હેઠલ બેંકનાં ખાતા ખોલાવ્યા અને અને સરકારી લાભોની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થવા લાગી. આધાર કાર્ડને કારણે લાભાન્વિતો સુંધી તેનો લાભ પહોંચ્યો. હવે કોઇ વ્યક્તિ ટેક્સ ચોરી કરી શકશે નહીં.”
First published:

Tags: Demonetization, પીએમ નરેન્દ્ર મોદી