Omicron Variant News: કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ (Coronavirus new Variant Omicron ) 'ઓમિક્રોન' સામે આવ્યા બાદ આખી દુનિયા સતર્ક થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર હાઈએલર્ટ (Modi Government on high alert) મોડમાં આવી છે અને દેશભરમાં એલર્ટ આપી છે. દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે.
'ચિંતાની વાત નથી'
આ અંગે અધિકારીએ કહ્યું છે કે, બંને લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. બેંગ્લોર ગ્રામીણ ડેપ્યુટી કમિશનર કે. શ્રીનિવાસે કહ્યું, "1 થી 26 (નવેમ્બર) સુધીમાં કુલ 94 લોકો દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. તેમાંથી બે નિયમિત કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેથી, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી."
દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાના પછી હવે બ્રિટન અને જર્મનીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટે પગ પેસરો કર્યો છે. ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. જર્મની અને ચેક ગણરાજ્યમાં પણ ઓમિક્રોન્ટ વેરિઅન્ટનો એક દર્દી નોંધાયો હોવાની શંકા છે. દરમિયાન WHOએ એશિયા સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને મંજૂરી આપવા મુદ્દે ચેતવણી આપી છે.
કોરોનાના નવા વેરિઅન્ટના ખબર બાદ વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે શનિવારે એક ઈમર્જન્સી બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે 15મી ડિસેમ્બરથી ભારતમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમિક્ષા કરવા નિર્દેશ આપ્યા છે. વધુમાં વડાપ્રધાને કહ્યું છે કે, વિદેશથી આવનારા પ્રવાસીઓના નિરીક્ષણ અને જોખમવાળા દેશો પર વિશેષ ધ્યાન અપાવું જોઈએ. ઓમિક્રોન મુદ્દે દેશભરના એરપોર્ટ અને સરકારી તંત્રોને એલર્ટ પર રખાયા છે. વિશેષ રૂપે આફ્રિકાથી આવેલા લોકોની વિશેષ તપાસ કરાઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાંથી કર્ણાટક આવેલા 94 લોકોની તપાસ કરવામાં આવી. જેમાંથી બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.
" isDesktop="true" id="1155789" >
વધુમાં તેમણે જણાવ્યુ કે, દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોના દેશોમાં નિરીક્ષણ વધારવા, જાહેર સ્વાસ્થ્યને મજબૂત કરવા અને રસીકરણનું કવરેજ વધારવા માટે પણ સરકારોને સલાહ આપી છે. ઉપરાંત લોકોને સાવચેતીના ઉપાયો અપનાવવા સાથે ભીડ અને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર