Home /News /national-international /

શું ઉંદરથી ફેલાયો ઓમિક્રોન, આ વેરિએન્ટની ઉત્પતિને લઇને ઘણી થિયેરી, રિપોર્ટમાં વૈજ્ઞાનિકોના ચોંકાવનારા દાવા

શું ઉંદરથી ફેલાયો ઓમિક્રોન, આ વેરિએન્ટની ઉત્પતિને લઇને ઘણી થિયેરી, રિપોર્ટમાં વૈજ્ઞાનિકોના ચોંકાવનારા દાવા

ઓમિક્રોન વેરિએન્ટે ગત અન્ય વેરિએન્ટ્સના મુકાબલે આખી દુનિયામાં લોકોને ઝડપથી સંક્રમિત કર્યા છે

Omicron Variant - કોરોના વાયરસનો (Coronavirus) ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)દુનિયાના ઘણા દેશોમાં કોવિડ-19નું સંક્રમણનું કારણ બની ગયો છે

    નવી દિલ્હી : કોરોના વાયરસનો (Coronavirus) ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)દુનિયાના ઘણા દેશોમાં કોવિડ-19નું સંક્રમણનું (Covid-19 Infection) કારણ બની ગયો છે. આ વેરિએન્ટે ગત અન્ય વેરિએન્ટ્સના મુકાબલે આખી દુનિયામાં લોકોને ઝડપથી સંક્રમિત કર્યા છે. જેના કારણે કોરોનાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. જોકે એ માનવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટની (Delta Variant) સરખામણીમાં ઓમિક્રોન ઓછો ઘાતક છે. પણ વધારે સંક્રામક હોવાના કારણે આ વેરિએન્ટે સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ વધારી દીધું છે. કારણ કે સંક્રમિત થતા દર્દીઓને ચિકિત્સીય સંભાળની જરૂર પડવા લાગી છે.

    આ બધાની વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટની (B.1.1.529)ઉત્પતિ મૂળ રુપથી ક્યાંથી થઇ છે. અત્યાર સુધી એવું માનવામાં આવ્યું કે આ વેરિએન્ટની ઓળખ ગત વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં થઇ હતી અને ત્યાંથી દુનિયાભરમાં ફેલાયો હતો. જોકે આ અતિ સંક્રામક વેરિએન્ટની ઉત્પતિને લઇને બીજા પણ ઘણા મત છે.

    આ પણ વાંચો - Punjab Election Update: પંજાબમાં કોંગ્રેસના સીએમ ઉમેદવાર હશે ચરણજીત સિંહ ચન્ની, ઇન્ટરનલ સર્વેમાં સિદ્ધુ પાછળ - સૂત્ર

    Nature ના એક રિપોર્ટ પ્રમાણે જેમાં પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટે દાવો કર્યો છે કે ઓમિક્રોન વેરિએન્ટના આનુવાંશિક પૂર્વજ સંભવત 2020ના મધ્યના છે. આ વેરિએન્ટની ઉત્પતિને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટથી પહેલા એક અન્ય વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 ના લાખો જિનોમની સિક્વેસિંગ કરી હતી. આ દરમિયાન વેરિએન્ટના પ્રમુખ કારણમાં સામેલ મ્યૂટેશનની કેટલીક સિરીઝ છુટવાની આશંકા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉંદર કે ઉંદર જેવા જીવોના કારણે ઓમિક્રોન વેરિએન્ટ ઉભરી શકે છે.

    આ પણ વાંચો - Corona Vaccine: ગયા વર્ષે વિશ્વભરમાં 11 અબજ કોવિડ-19 વેક્સીનનું થયું ઉત્પાદન, UNICEFની રિપોર્ટમાં ખુલાસો

    ધ્યાન આપવાની યોગ્ય વાત એ છે કે ઓમિક્રોન વેરિએન્ટના SARS-CoV-2 ની સરખામણીમાં 50 મ્યૂટેશન છે. જેમાંથી 30 મ્યૂટેશન કોવિડ-19ના સ્પાઇક પ્રોટીનમાં રહેલા અમીનો એસિડમાં ફેરફારથી સંબંધિત છે. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે પાછલા વેરિએન્ટમાં 10થી વધારે સ્પાઇસ પ્રોટિન ન હતા.

    Coronavirus બાદ NeoCov નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તક

    કોરોના વાયરસ (Covid-19)ના અલગ-અલગ વેરિઅન્ટને લઇ આખી દુનિયા ચિંતિત છે. આ દરમિયાન હવે વધુ એક નવા વાયરસે આપણી દુનિયામાં દસ્તક આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. ખાસ વાત એ છે કે ચીનની વુહાન લેબના (Wuhan Lab China) વૈજ્ઞાનિકોએ આ વાયરસને લઈને ચેતવણી આપી છે. જણાવી દઈએ કે નવેમ્બર 2019માં વુહાનમાંથી જ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ નવો વાયરસ (corona new variant) દક્ષિણ આફ્રિકા (South Africa)માં જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 3 સંક્રમિત લોકોમાંથી એક વ્યક્તિનુ આ વાયરસના કારણે મૃત્યુ થઇ રહ્યું છે. સાથે જ આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ નવા વાયરસને હાલમાં NeoCov નામ આપવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Omicron variant

    આગામી સમાચાર