Home /News /national-international /

Coronavirus Omicron Variant: વિશ્વના મોટાભાગના દેશોમાં Omicronને પગપેસારો કર્યો, WHOએ બૂસ્ટર ડોઝને લઈને વ્યક્ત કરી ચિંતા

Coronavirus Omicron Variant: વિશ્વના મોટાભાગના દેશોમાં Omicronને પગપેસારો કર્યો, WHOએ બૂસ્ટર ડોઝને લઈને વ્યક્ત કરી ચિંતા

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ઓમિક્રોન' વેરિઅન્ટ ઘણા મ્યુટેશન્સનું પરિણામ છે. (પ્રતીકાત્મક ફોટો)

Coronavirus Omicron Variant: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ઓમિક્રોન' વેરિઅન્ટ ઘણા મ્યુટેશન્સનું પરિણામ છે. ઓમિક્રોનની ઓળખ વિશ્વના 77 દેશોમાં કરવામાં આવી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

    જીનીવા. કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ની ઓળખ વિશ્વના 77 દેશોમાં કરવામાં આવી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એ ઘેબ્રેયેસસે મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું, ‘77 દેશોએ અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસની જાણ કરી છે અને વાસ્તવિકતા એ છે કે, Omicron સંભવતઃ મોટાભાગના દેશોમાં છે અને તે અગાઉના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.’

    ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ અંગે પણ WHOના ડિરેક્ટર જનરલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ‘ઓમિક્રોન વેરિઅન્ટે કેટલાક દેશોને પોતાની સંપૂર્ણ પુખ્ત વસ્તી માટે કોરોના બૂસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની ફરજ પાડી છે, જ્યારે અમારી પાસે પૂરતા પુરાવા નથી કે કોરોનાના આ નવા વેરિઅન્ટ સામે બૂસ્ટર કેટલું અસરકારક છે.’

    વેક્સીનની સંગ્રહખોરી અને અસમાનતાને લઈને WHO ચિંતિત

    યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ બૂસ્ટર ડોઝ જેવા કાર્યક્રમો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આનાથી વેક્સીનની સંગ્રહખોરીને પ્રોત્સાહન મળશે. ડબ્લ્યુએચઓના ડીજીએ કહ્યું, ‘સંસ્થાને આ વાતની ચિંતા છે કે આ પ્રકારના કાર્યક્રમ કોવિડ-19 રસીની સંગ્રહખોરીને પુનરાવર્તિત કરશે જે આપણે આ વર્ષે જોયું છે. આ સાથે અસમાનતા પણ વધશે. તે સ્પષ્ટ છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, બૂસ્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને એ લોકો માટે જેમના પર ગંભીર બીમારીથી મૃત્યુનું જોખમ છે.’

    તેમણે આગળ કહ્યું, ‘હું સ્પષ્ટતા કરી દઉં, WHO બૂસ્ટર ડોઝની વિરુદ્ધ નથી. અમે અસમાનતાના વિરોધમાં છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ લોકોના જીવ બચાવવાની છે."

    આ પણ વાંચો: જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ પહેલા અને બીજા ડોઝથી અલગ હોવો જોઈએ? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે

    પહેલી વાર 24 નવેમ્બરના દક્ષિણ આફ્રિકામાં નવા વેરિઅન્ટની ઓળખ થઈ
    વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ઓમિક્રોન' વેરિઅન્ટ ઘણા મ્યુટેશન્સનું પરિણામ છે. કોવિડના વધુ સંક્રામક સ્વરૂપ B.1.1.1.529 વિશે પ્રથમવાર 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા તરફથી વિશ્વ આરોગ્ય સંસ્થાને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો

    આ પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુકે, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ, જાપાન, જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોમાં પણ તેની ઓળખ થઈ છે. WHOએ 26 નવેમ્બરના તેને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' (Variant of Concern) કહેતા તેને ઓમિક્રોન નામ આપ્યું.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, Omicron variant, Who, World health organization

    આગામી સમાચાર