Home /News /national-international /Omicron Variant: આ રીતે બાળકોને ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટથી બચાવી શકે છે માતા-પિતા, એક્સપર્ટ્સે બતાવ્યા ઉપાય
Omicron Variant: આ રીતે બાળકોને ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટથી બચાવી શકે છે માતા-પિતા, એક્સપર્ટ્સે બતાવ્યા ઉપાય
બાળકો સાથે આસપાસના બધા વયસ્કોનું ફુલ વેક્સીનેશન જરૂરી (પ્રતિકાત્મક તસવીર)
Omicron Variant latest news - કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant) બાળકોમાં (Children)પ્રભાવને લઇને ઘણા પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
નવી દિલ્હી : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant) બાળકોમાં (Children)પ્રભાવને લઇને ઘણા પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ડોક્ટર્સે પેરેન્ટ્સને સલાહ આપી છે કે જો તમારે પોતાના બાળકોને ઓમિક્રોનથી બચાવવા છે તો વેક્સીનેશન (Must Vaccination)અવશ્ય કરાવો. દક્ષિણ આફ્રિકામાં (South Africa)ઓમિક્રોન વેરિએન્ટ (Variant)બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ જ કારણ છે કે દુનિયાભરના દેશોમાં આ વેરિએન્ટના પ્રભાવને લઇને ચિંતા છે.
દિલ્હીના રેનબો હોસ્પિટલના ડોક્ટર નીતિન વર્માએ કહ્યું કે જો ઓમિક્રોન વેરિએન્ટ વધારે ફેલાશે તો બાળકો પર હાઇ રિસ્ક (High Risk)હશે. તેનો મતલબ એ નથી કે તેમને ગંભીર સંક્રમણ થશે પણ તેમાં કોરોનાનો ખતરો વધારે રહેશે. ડોક્ટર વર્માએ કહ્યું હતું કે દેશમાં જ્યારે પણ બાળકોનું વેક્સીનેશન શરૂ થાય તો મોટી સંખ્યામાં બાળકોનું વેક્સીનેશન કરાવવું જોઈએ.
બાળકો સાથે આસપાસના બધા વયસ્કોનું ફુલ વેક્સીનેશન જરૂરી
તેમણે કહ્યું કે એટલા માટે હાલ બાળકોની આસપાસ બધા વયસ્કોનું ફુલ વેક્સીનેશન (Full Vaccination)જરૂરી છે. સાથે વયસ્ક લોકોને સોશિયલ ડિસ્ટન્સના (Social Distancing)નિયમોનું પાલન પણ કરતા રહેવું જોઈએ જેનાથી બાળકોને મહામારીના ખતરાથી દૂર રાખી શકાય.
દક્ષિણ આફ્રિકાથી ચિંતાજનક રિપોર્ટ્સ આવી રહ્યા છે
દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના (Sir Ganga Ram Hospital)ડો. ધીરેન ગુપ્તા પણ નીતિન વર્માની વાતથી સહમત છે. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાથી ચિંતાજનક રિપોર્ટ્સ આવી રહ્યા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવવાની સંખ્યા વધી છે. કોરોના વેક્સીનેશન અને ઉપયુક્ત વ્યવહાર જ મહામારીને આપણા ઘરમાં ઘુસવાથી રોકી શકાય છે.
યૂરોપ સહિત દુનિયાના ઘણા દેશોમાં બાળકોના વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. ભારતમાં સ્વદેશી કોવેક્સીનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના એક્સપર્ટ્ કમિટીની લીલી ઝંડી મળી ગઈ છે. જોકે DCGIએ હાલ ભારત-બાયોટેક પાસે અતિરિક્ત ડેટાની માંગણી કરી છે અને એપ્રુવલ આપી નથી. એક્સપર્ટ પેનલની સંસ્તુતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર