Home /News /national-international /Omicron બાબતે ઇઝરાયલ એલર્ટ, યુએસ અને યુરોપિયન દેશોને રેડ લિસ્ટમાં મૂકી પ્રતિબંધ લાદ્યા

Omicron બાબતે ઇઝરાયલ એલર્ટ, યુએસ અને યુરોપિયન દેશોને રેડ લિસ્ટમાં મૂકી પ્રતિબંધ લાદ્યા

રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 506 પર પહોંચી ગયો છે. હવે ફક્ત 06 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 500 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 1212187 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ મોત 10939 થયા છે.

Omicron Variant - ઈઝરાયલના અંદાજિત 9.3 મિલિયન લોકોમાંથી 4.1 મિલિયનથી વધુ લોકોને કોરોના વાયરસની રસીના ત્રણ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સંખ્યામાં 5-11 વર્ષના બાળકોના ડોઝ પણ સામેલ છે

કોરોના મહામારીમાં ઓમિક્રોન (Omicron) વેરિયન્ટનું જોર વધતા ઈઝરાયલ (Israel) સજાગ થઈ ચૂક્યું છે. જેથી ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે ઈઝરાયલીઓને યુનાઇટેડ સ્ટેટ્સ (US)ની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી અને ઓમિક્રોન વેરિએન્ટના ફેલાવાને નિયંત્રિત કરવા કેટલાક યુરોપિયન દેશોને રેડ લિસ્ટમાં ઉમેર્યા હતા. ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધ છે, તેમજ અનેક નાગરિકો બેવડી નાગરિકતા ધરાવે છે. આવી સ્થિતિમાં અમેરિકા પર મુકાયેલા પ્રતિબંધ વડા પ્રધાન નફ્તાલી બેનેટની સરકાર માટે નોંધપાત્ર પગલું હશે.

કેબિનેટની બેઠક બાદ બેનેટે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ઈઝરાયલ કોવિડ-19ની પાંચમી લહેરની વચ્ચે હોવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે, ઓમ્ક્રોન વેરિએન્ટ અહીં આવી ચૂક્યો છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. અગાઉ બેનેટે કહ્યું હતું કે તેઓ વધુ લોકડાઉન ટાળવા માટે મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટ શોધી કાઢવામાં આવ્યા બાદ ઇઝરાયલે તાત્કાલિક મુસાફરી પર અંકુશ મૂકીને દીધો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરોપિયન દેશોમાં લોકડાઉન છે અથવા લોકડાઉન મુકવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈઝરાયલ માટે સમય હાથમાંથી જઈ રહ્યો છે. આ દરમિયાન સાંસદોએ રવિવારે ઈઝરાયલના નાગરિકો અને રહેવાસીઓને ફ્રાન્સ, આયર્લેન્ડ, નોર્વે, સ્પેન, ફિનલેન્ડ, સ્વીડન અને સંયુક્ત આરબ અમીરાતની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની આરોગ્ય મંત્રાલયની અગાઉની ભલામણને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો - Explainer: બાળકોને કઈ વેક્સિન લાગશે, રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? જાણો દરેક સવાલના જવાબ

ઉલ્લેખનીય છે કે, બ્રિટન, ડેન્માર્ક અને મોટાભાગના આફ્રિકન દેશો પહેલેથી જ રેડ લિસ્ટમાં હતા, ત્યારે આરોગ્ય મંત્રાલયે ભલામણ કરી હતી કે કેનેડા, બેલ્જિયમ, ઇટાલી, જર્મની, હંગેરી, મોરોક્કો, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ અને તુર્કીને પણ રેડ લિસ્ટ કરવામાં આવે. આ રજુઆત સરકાર અને ધારાશાસ્ત્રીઓની મંજૂરીની રાહ જોઈ રહી છે. કોઈ દેશને રેડ લિસ્ટેટ જાહેર કરવામાં આવે છે ત્યારે વિદેશમાં રહેલા ઇઝરાયલના નાગરિકોને ઘરે પાછા ફર્યા પછી એક અઠવાડિયા માટે ક્વોરન્ટાઈન થવું આવશ્યક છે.

તમામ દેશોના બિન-નિવાસી વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્પેશિયલ પરવાનગી ન હોય ત્યાં સુધી તેઓ આવી શકશે નહીં. આ સાથે જ બેનેટે ઇઝરાયલીઓને ઘરેથી કામ કરવા હાકલ કરી હતી અને માતાપિતાને તેમના બાળકોને રસી આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય અર્થતંત્ર અને શિક્ષણને શક્ય તેટલી અસર કર્યા વિના આ લહેરને દૂર કરવાનું છે. આ લક્ષ્ય હાંસલ કરવાનો માર્ગ એ છે કે ચેપનો દર ધીમો કરવો અને આ દરમિયાન ઈઝરાયલના બાળકોને શક્ય તેટલી ઝડપથી રસી આપવી.

બીજી તરફ કોવિડ-19 પર ઈઝરાયલની નેશનલ એક્સપર્ટ પેનલના અધ્યક્ષ રેન બાલિસરે AFPને જણાવ્યું હતું કે મુસાફરીના નિયમો વચ્ચે પણ ઈઝરાયલની અંદર મોટાભાગનું જનજીવન રાબેતા મુજબ ચાલુ છે. તેમણે મત વ્યક્ત કર્યો કે, વાયરસના ફેલાવાને અટકાવવા તમે જેટલું જોર કરશો તેટલા જ નબળા અર્થતંત્ર અને રોજિંદા જીવનને વ્યવસ્થિત કરવામાં પડશો.

નોંધનીય છે કે, ઈઝરાયલના અંદાજિત 9.3 મિલિયન લોકોમાંથી 4.1 મિલિયનથી વધુ લોકોને કોરોના વાયરસની રસીના ત્રણ ડોઝ અપાઈ ચુક્યા છે. આ સંખ્યામાં 5-11 વર્ષના બાળકોના ડોઝ પણ સામેલ છે.
First published:

Tags: Israel, Omicron variant

विज्ञापन