Home /News /national-international /

Coronavirus Omicron Variant: રેલવે સ્ટેશનો પર ચેકિંગ અને ટેસ્ટિંગમાં વધારો, હવે આ લોકો જ ટિકિટ બુક કરી શક્શે

Coronavirus Omicron Variant: રેલવે સ્ટેશનો પર ચેકિંગ અને ટેસ્ટિંગમાં વધારો, હવે આ લોકો જ ટિકિટ બુક કરી શક્શે

લોકલ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં જુદા જુદા રાજ્યોમાંથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ રેલવેએ ઝડપી કરી દીધું છે. (File Photo)

Omicron Variant in Maharastra: એક બાજુ જ્યાં લોકલ ટ્રેનોમાં ગેરકાયદે મુસાફરી રોકવા માટે જબરદસ્ત ચેકિંગ અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ જુદા જુદા રાજ્યોમાં મુંબઈથી આવનારા મુસાફરોનું ટેસ્ટિંગ પણ વધારી નાખવામાં આવ્યું છે.

    નવી દિલ્હી. ઓમિક્રોન વેરિયન્ટ (Omicron Variant)થી ફેલાયેલા ગભરાટને જોતા રેલવે (Railway)એ સ્ટેશનો ઉપર ટિકિટ ચેકિંગ અને કોરોના ટેસ્ટિંગનું અભિયાન ફરી ઝડપી કરી દીધું છે. એક બાજુ જ્યાં લોકલ ટ્રેનોમાં ગેરકાયદે મુસાફરી રોકવા માટે જબરદસ્ત ચેકિંગ અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ જુદા જુદા રાજ્યોમાં મુંબઈથી આવનારા મુસાફરોનું ટેસ્ટિંગ પણ વધારી નાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર (Maharastra Goverment) દ્વારા ગાઇડલાઇન જારી થયા બાદ રેલવેએ મોટા અને ભીડભાડવાળા સ્ટેશનો CSMT, દાદર, ઠાણે અને કલ્યાણમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓને રોકવા માટે જબરદસ્ત ચેકિંગ અભિયાન ચલાવ્યું છે.

    આ અભિયાનને ચલાવવા પાછળનો હેતુ ગેરકાયદેસર મુસાફરી કરનારાઓને રોકીને લોકલ ટ્રેનો (Local Trains)માં ભીડ ઓછી કરવાનો છે, કેમ કે સરકારના નવા નિયમ મુજબ સંપૂર્ણ વેક્સિનેશન (Fully Vaccinated) કરાવનારા લોકોને લોકલ મુસાફરી કરવાની છૂટ છે. એટલું જ નહીં, ટિકિટ કાઉન્ટરોમાંથી ભીડ ઓછી કરવા માટે રેલવેએ યુનિવર્સલ પાસને UTS એપ સાથે લિંક કરી દીધું છે. આના માધ્યમથી મુસાફર કોઈના સંપર્કમાં આવ્યા વિના, કાઉન્ટર પર ગયા વિના ઘર બેઠા ટિકિટ બૂક કરાવી શકે છે. યુનિવર્સલ પાસના UTS એપ લિંક કરીને માત્ર ફૂલી વેક્સિનેટેડ લોકો જ ટિકિટ બુક કરાવી શક્શે.

    મધ્ય રેલવેના DRM શલભ ગોયલ (Shalabh Goyal)એ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન (Maharashtra Guidelines) આવ્યા બાદ રેલવેએ નવા વેરિયન્ટ સાથે બાથ ભીડવાની પૂર્ણ તૈયારી કરી છે. તેઓ સ્ટેશનો ઉપર ટિકિટ ચેકિંગ અને કોરોના ટેસ્ટિંગની માત્રામાં વધારો કરી રહ્યા છે.

    આ પણ વાંચો: દિલ્હીમાં સસ્તું થયું પેટ્રોલ, કેજરીવાલ સરકારે ઘટાડ્યો વેટ, જાણો નવો ભાવ

    મોટા અને ભીડભાડ વાળા સ્ટેશનો ઉપર બહારથી આવનારા મુસાફરોનું એન્ટીજન અને RT-PCR કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભીડને ઓછી કરવા માટે મોબાઇલ ટિકિટિંગ એપ UTS સાથે રાજ્ય સરકારના યુનિવર્સલ પાસને લિંક કરી દેવામાં આવ્યું છે, જેથી ટિકિટ વિના મુસાફરીને અટકાવવામાં આવે અને ફૂલી વેક્સિનેટેડ લોકો જ મુસાફરી કરી શકે.

    લોકલ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં જુદા જુદા રાજ્યોમાંથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ રેલવેએ ઝડપી કરી દીધું છે. આ દરમિયાન મુસાફરોનું એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે, જેથી કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને ફેલતા રોકી શકાય.

    આ પણ વાંચો: Omicronનો ડર! બુસ્ટર ડોઝ પોલિસી ભારતમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે છે તૈયાર

    મહારાષ્ટ્ર સરકારે પોતાની નવી ગાઈડલાઇનમાં ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સંપૂર્ણ વેક્સિનેશન કરવાનારાઓને જ મુસાફરી કરવાની એડવાયઝરી જારી કરી છે અને હાલના સમયમાં સૌથી વધારે ભીડ લોકલ ટ્રેનોમાં જોવા મળી રહી છે. આને જોતા રેલવે સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગઈ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ccoronavirus, Indian railways, Omicron, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन