Home /News /national-international /

Omicron cases in India : ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ચિંતાજનક

Omicron cases in India : ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ચિંતાજનક

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 21 દર્દીઓ સામે આવ્યા છે. (Image- Reuters/Anushree Fadnavis)

Omicron Variant in India: ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 21 દર્દીઓ સામે આવ્યા છે. જોકે, તેમના સંપર્કમાં આવેલા બાકીના લોકોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે તેમાંના મોટાભાગનાને રસીના બંને ડોઝ મળ્યા છે.

વધુ જુઓ ...
  Omicron Variant in India: દુનિયાના 38 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાના (Covid 19) ઓમિક્રોન વેરિઅન્ટે હવે ભારતમાં તેજીથી પગપેસારો કર્યો છે (Omicron cases in india) . આ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજો આ વાતથી જ લગાવી શકીએ છીએ કે ફક્ત 4 દિવસમાં જ ભારતમાં આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 થઈ ગઈ છે. 2 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો અને 6 ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા 21 સુધી પહોંચી ગઈ છે.

  રવિવારે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 નવા દર્દીઓ મળ્યા. રાજસ્થાનના જયપુરમાં 9, મહારાષ્ટ્રમાં 7 અને રાજધાની દિલ્હીમાં 1 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો. અત્યારસુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દિલ્હી સહિત 5 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. સૌથી વધુ 9 દર્દી રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 2,

  દિલ્હી અને ગુજરાતમાં 1-1 દર્દી મળી આવ્યા છે.

  અત્યારસુધી જેટલા પણ દર્દીઓ મળ્યા છે, તે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અથવા કોઈ હાઈ રિસ્ક દેશોમાંથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. અત્યારે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે કેમકે શંકાસ્પદોની રિપોર્ટ આવવાની બાકી છે. તેમના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તો સંક્ર્મીતોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ પણ કરવામાં આવી રહ્યા છે.

  કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન?

  તારીખ: 2 ડિસેમ્બર, કર્ણાટકમાં બે સંક્રમિત મળ્યા

  કર્ણાટકની રાજધાની બેંગલોરમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો. એ દિવસે બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે એવું સામે આવ્યું. તેમાંથી એક 66 વર્ષના વૃદ્ધ હતા જે દક્ષિણ આફ્રિકાથી વાયા દુબઈ ભારત પહોંચ્યા હતા. બીજા દર્દીની ઉંમર 46 વર્ષ હતી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ ન હતો કર્યો અને ત્યાંથી પરત આવેલા કોઈના સંપર્કમાં પણ ન હતા આવ્યા.

  તારીખ: 4 ડિસેમ્બર, ગુજરાત-મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો વેરિઅન્ટ

  શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ સામે આવ્યા. એક કેસ ગુજરાતમાં અને બીજો મહારાષ્ટ્રના થાનેમાં આવ્યો. ઝિમ્બાબ્વેથી ગુજરાતના જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા. તેમના સંપર્કમાં આવેલા વધુ દસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેની રિપોર્ટ આવવાની બાકી છે. આ દિવસે મહારાષ્ટ્રના ડોંબીવલીમાં કેપટાઉનથી આવેલ એક વ્યક્તિ પણ ઓમિક્રોન સંક્રમિત મળી.

  તારીખ: 5 ડિસેમ્બર, જયપુર-પુણે અને દિલ્હીમાં મળ્યા દર્દી

  રવિવારે એક જ દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા. જયપુરમાં 9 લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા. તેમાંથી 4 લોકો દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અને બાકી 5 તેમના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીમાં પણ તાન્ઝાનિયાથી આવેલી એક વ્યક્તિ સંક્રમિત છે. તો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં 6 અને પુણેમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે.

  આ પણ વાંચો: વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાતે, ભારત-રશિયાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે PM મોદી, વાંચો મહત્વના મુદ્દા

  ચિંતાની વાત શા માટે?

  મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત 8 દર્દીઓ મળ્યા છે. તેમાંથી 3 એવા છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. બાકી 4 દર્દીઓને કોરોના વેક્સીનના બંને ડોઝ મળી ચૂક્યા છે. ડોંબીવલીમાં જે દર્દી મળ્યો છે તેણે વેક્સીન લીધી ન હતી. દિલ્હીમાં જે સંક્રમિત મળ્યો છે તે સંપૂર્ણપણે વેક્સીનેટેડ હતો. કર્ણાટકમાં જે બે કેસ મળ્યા છે, તેમને પણ બે ડોઝ મળી ચૂક્યા છે. એટલે કે, ઓમિક્રોન વેરિઅન્ટ વેક્સીનને પણ માત આપી શકે છે.

  પરંતુ રાહતની વાત પણ છે

  જોકે, એક રાહતની વાત એ પણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળે છે. અત્યાર સુધી કોઈ દર્દીમાં બહુ ગંભીર લક્ષણો જવા નથી મળ્યા. દિલ્હીની LJNP હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર દો. સુરેશ કુમારે જણાવ્યું કે રાજધાનીમાં જે દર્દીઓ છે તેમાં બહુ હળવા લક્ષણો છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં જે દર્દીઓ છે તેમાંથી એકને હળવા લક્ષણો છે અને બાકીના પાંચમાં કોઈ લક્ષણ નથી. કર્ણાટકમાં પણ જે બે દર્દી છે, તેમને પણ ગંભીર લક્ષણો નથી. પરંતુ તાવ, નબળાઈ અને થાક જોવા મળ્યો છે.

  આ પણ વાંચો: Google આજે શા માટે મનાવી રહ્યું છે Pizza Day, જાણો તેનો ઇતિહાસ, ગૂગલના મેન્યુમાં છે 11 પ્રકારના પિઝા

  રાહત ક્યાંક મુશ્કેલી ન બની જાય

  દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં હળવા અથવા ખૂબ જ હળવા લક્ષણો જોવા મળે છે. પરંતુ આ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. હળવા લક્ષણો અથવા અન્ય કોઈ લક્ષણોને કારણે, લોકોને ખબર પણ નથી હોતી કે તેઓ વાયરસથી સંક્રમિત છે. એવામાં આ લોકો સંક્રમણને ફેલાવી શકે છે.

  હજુ પણ વધી શકે છે દર્દીઓ?

  અત્યારે જે 21 દર્દીઓ મળ્યા છે, એ બધા ફ્લાઈટથી ભારત આવ્યા છે. એવામાં તેમની સાથે આવેલા અન્ય યાત્રીઓ પણ સંક્રમિત થવાની શક્યતા છે. નાઈજીરિયન નાગરિક 44 વર્ષની મહિલા બે દીકરીઓ સાથે પોતાના ભાઈને મળવા પિંપરી ચિંચવાડ આવી હતી. એ મહિલા, તેમની બંને દીકરીઓ, તેનો ભાઈ અને તેમની બંને દીકરીઓ ઓમિક્રોનથી સંક્રમિત છે. અધિકારીઓએ તેમના સંપર્કમાં આવેલા વધુ 13 લોકોના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલ્યા છે.

  આ પણ વાંચો: મહારાષ્ટ્રના ઓમિક્રોન સંક્રમિત દર્દીની હાલત કેવી છે? અધિકારીઓએ કર્યો ખુલાસો

  દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે 17 કોરોના દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા 6 લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. LNJP ને Omicron સંક્રમિતની સારવાર માટે અનામત રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જીનોમ સિક્વન્સિંગ માટે 12 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એકમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે. દિલ્હીમાં જે દર્દી મળ્યો છે તે રાંચીનો રહેવાસી છે અને તાન્ઝાનિયાથી મુંબઈ અને પછી દિલ્હી આવ્યો હતો. હવે અધિકારી ફ્લાઈટમાં તેમની આસપાસ બેઠેલાં દસ મુસાફરોની ઓળખમાં લાગ્યા છે જેથી તેમના પણ સેમ્પલ લઈ શકાય.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Covid 19 cases, Maharashtra, Omicron, Omicron variant, ગુજરાત, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन