Home /News /national-international /

Omicron variant : કાનપુર IITના પ્રોફેસરનો દાવો - ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓછી ભયાવહ રહેશે, ગભરાવવાની જરૂરત નથી

Omicron variant : કાનપુર IITના પ્રોફેસરનો દાવો - ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓછી ભયાવહ રહેશે, ગભરાવવાની જરૂરત નથી

IIT કાનપુરના પ્રોફેસરના મતે જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં ત્રીજી લહેર આવી શકે છે

Omicron variant Case in India - ભારતમાં કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના (Omicron variant Case in India)કેસો વધી રહ્યા છે

    કાનપુર : ભારતમાં કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના (Omicron variant Case in India)કેસો વધી રહ્યા છે. આવામાં આઇઆઇટી કાનપુરના (IIT Kanpur)પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે દાવો કરતા કહ્યું કે કોરોનાની (Corona) ત્રીજી લહેર ઓછી ભયાવહ રહેશે. પ્રોફેસર મણિન્દ્રએ જણાવ્યું કે બુધવાર સાંજ સુધી મળેલા આંકડા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ ભારતમાં વધશે. જોકે તેનો ઝટકો બીજી લહેરથી ઓછો રહેશે. જેથી કોઇએ ગભરાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટના (Omicron variant)કારણે દક્ષિણ આફ્રિકામાં 18થી 23 ડિસેમ્બર સુધી કોરોનાની ત્રીજી લહેર પીક પર રહેશે. આ લહેર કેટલી ખતરનાક રહેશે, કેટલા લોકો પ્રભાવિત થશે તેનું હજુ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

    IIT કાનપુરના પ્રોફેસરના મતે જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં ત્રીજી લહેર આવી શકે છે. આ સિવાય ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાશે. જોકે ગભરાવવાની જરૂર નથી. આ ફક્ત શરદી અને ઉધરસની જેમ જ રહેશે. કારણ કે પહેલા જ ભારતીયોની ઇમ્યુનિટી ઘણી મજબૂત છે. આ પહેલા આઇઆઇટી કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ એન્જીનિયરરિંગ વિભાગના ફેકલ્ટી પદ્મશ્રી પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કોમ્પ્યુટર મોડલ ‘સૂત્ર’ દ્વારા પ્રથમ અને બીજી લહેરનો પણ અંદાજ લગાવ્યો હતો.

    આ પણ વાંચો - Omicron Variant: IMAએ કોરોનાની ત્રીજી લહેરની વ્યક્ત કરી આશંકા, કહ્યું- સરકાર તાત્કાલિક આ પગલાં લે

    તે મોડલના આધારે તેમણે જણાવ્યું કે લહેર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દસ્તક દેશે. ત્રીજી લહેરની પીક ફેબ્રુઆરીમાં આવવાની સંભાવના છે. જે સમયે ત્રીજી લહેર પીક પર હશે તે સમયે રોજના એક લાખથી દોઢ લાખ વચ્ચે સંક્રમિત દર્દીઓની સંભાવના જોવા મળી રહી છે.

    પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે વેરિએન્ટ નેચુરલ ઇમ્યુનિટીને વધારે બાયપાસ કરી રહી નથી. બીજી તરફ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનના નિર્દેશ પર પ્રદેશની બધી સરહદો પર સતર્કતા રાખવામાં આવી રહી છે.

    Omicronના ડર વચ્ચે WHOની ચેતવણી, '5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ'

    દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને ગભરાટ ફેલાયો છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) બાળકોમાં સંક્રમણ અંગે મહત્વની માહિતી શેર કરી છે. ડબ્લ્યુએચઓની યુરોપ ઓફિસે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, 5થી 14 વર્ષની વયના બાળકોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓ યુરોપના પ્રાદેશિક નિયામક ડો. હેન્સ ક્લુઝે જણાવ્યું હતું કે રસીકરણથી રાહત મળી છે અને મૃત્યુની સંખ્યા પણ અગાઉની પીક કરતા ઓછી છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા બમણી થઈ ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Omicron variant, કોરોના, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन