Home /News /national-international /Omicron In India: ભારત પહોંચ્યું ઓમિક્રોન વેરિએન્ટ , કર્ણાટકમાં 2 સંક્રમિતોની પુષ્ટિ

Omicron In India: ભારત પહોંચ્યું ઓમિક્રોન વેરિએન્ટ , કર્ણાટકમાં 2 સંક્રમિતોની પુષ્ટિ

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાનું નવું વેરીઅન્ટનો ગુજરાતમાં કેસ જોવા મળ્યો છે.

Omicron Case in Karnataka: આરોગ્ય મંત્રાલયે (health ministry) માહિતી આપી હતી કે વિશ્વનું સૌથી ખતરનાક વેરિએન્ટ(corona new variant) ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોન (omicron) ના 373 કેસ નોંધાયા ચૂક્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોરોના વાયરસનું નવું વેરિએન્ટ B.1.1.529 (OMICRON) (omicron in india) વિશ્વ માટે એક નવી સમસ્યા બની ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાનું આ પ્રકાર હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના બંને કેસ કર્ણાટકના છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિએન્ટ 66 અને 46 વર્ષની વયના બે લોકોમાં મળી આવ્યો છે. બંને દર્દીઓને હાલમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, કોરોનાનું સૌથી ખતરનાક સ્વરૂપ અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટના 373 કેસ નોંધાયા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે ઓમિક્રોન સાથે સંબંધિત તમામ કિસ્સાઓમાં અત્યાર સુધી હળવા લક્ષણો જોવા મળ્યા છે. દેશ અને દુનિયાભરના આવા તમામ કિસ્સાઓમાં હજી સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. જોકે લવ અગ્રવાલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા કરતાં 5 ગણું વધુ ખતરનાક છે.

આ પણ વાંચો: USમાં પણ પહોંચ્યો ઓમિક્રોન, રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિ સંક્રમિત

અત્યારે તેના વિશે નથી વધુ માહિતી
સાઉથ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એડ્રિયન પ્યોરને કહ્યું છે કે, 'અમને નહોતું લાગતું કે આ ડેલ્ટા વેરિએન્ટ્સને પાછળ છોડી દેશે. ટ્રાન્સમિશનની દ્રષ્ટિએ, કદાચ તે એક સ્પેશિયલ વેરિએન્ટ છે'. જણાવી દઈએ કે ઓમિક્રોન્સ વિશે વધુ માહિતી હજી સુધી નથી, જેમ કે તે કેટલું સંક્રામક છે, શું તે રસીઓને ચખમો આપી શકે છે, વગેરે.

આ પણ વાંચો: CBSE Board Exams: ગુજરાતનાં રમખાણ પર ધો. 12ની પરિક્ષામાં પૂછાયો સવાલ, બોર્ડે માંગી માફી

સૌથી ખતરનાક છે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ
ઓમિક્રોન કોરોના વાયરસની પ્રકૃતિની દ્રષ્ટિએ અત્યંત અલગ છે કારણ કે તે અત્યાર સુધીનું સાર્સ-સીઓવી-2નું સૌથી બદલાયેલ સ્વરૂપ છે. તેની આનુવંશિક રચનામાં કુલ 53 પરિવર્તનો છે અને એકલા સ્પાઇક પ્રોટીન પર 32 પરિવર્તનો છે. સ્પાઇક પ્રોટીન એ સાર્સ સીઓવી-2 વાયરસમાંથી બહાર નીકળેલી ગાંઠ છે, જે વાયરસને કોશિકાઓને વળગી રહેવામાં મદદ કરે છે જેથી તે તેમાં પ્રવેશી શકે. વાયરસના ફોર્મેટની તુલનામાં ડેલ્ટા ફોર્મેટમાં નવ પરિવર્તનો થયા હતા.

આ પણ વાંચો: કોરોના મહામારી દરમિયાન વિશ્વમાં શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત, રેન્કિંગમાં સુધારોઃ બ્લૂમબર્ગ રિપોર્ટ

ઓમાઇક્રોન્સમાં વધુ પરિવર્તનનો અર્થ એ થઈ શકે છે કે તે વઘુ સંક્રામક છે ક્યાં રોગપ્રતિકારક સુરક્ષાથી બચવામાં વધુ સારું છે, આ બધા અંદાજો અત્યંત ચિંતાજનક છે.
First published:

Tags: Omicron variant, ઓમિક્રોન, કોરોના વાયરસ, દેશ વિદેશ