Home /News /national-international /Omicron Variant: હાઈ રિસ્ક વાળા 11 દેશોમાંથી અત્યાર સુધીમાં IGI Airport પર આવ્યા 16 હજાર પ્રવાસીઓ
Omicron Variant: હાઈ રિસ્ક વાળા 11 દેશોમાંથી અત્યાર સુધીમાં IGI Airport પર આવ્યા 16 હજાર પ્રવાસીઓ
અત્યાર સુધીમાં હાઈ રિસ્ક 11 દેશોના 80 એરક્રાફ્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ચૂક્યા છે.(ફાઈલ તસવીર)
Omicron Variant: આ મહિનાની શરૂઆતથી એટલે કે, 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં આ હાઈ રિસ્ક 11 દેશોના 80 એરક્રાફ્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. આ વિમાનોમાં લગભગ 16 હજાર મુસાફરો આવ્યા છે. આ તમામનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)નો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી દિલ્હી સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. વાયરસને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર (Central Government) વિનંતી કરી રહી છે કે, ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ (Flights) જેને હાઈ રિસ્ક કેટેગરીના દેશોની યાદીમાં રાખવામાં આવી છે, તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. પરંતુ હજુ સુધી આ ફ્લાઈટ્સ અંગે સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કડક નિયમો સાથે, આ ફ્લાઇટ્સમાંથી આવતા મુસાફરોની એન્ટ્રી દિલ્હી અને દેશના અન્ય રાજ્યોમાં કરવામાં આવી રહી છે.
મળી રહેલી માહિતી અનુસાર રાજધાની દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં માત્ર વિશ્વના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ મુસાફરો હવાઈ માર્ગે પહોંચે છે. જો રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર વિદેશી પ્રવાસીઓના આગમનના આંકડાની વાત કરીએ તો અહીં લગભગ 16 હજાર મુસાફરો આવ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) આગમન પછી આ દેશોને હાઈ રિસ્ક (High Risk) તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ આ આંકડો નોંધવામાં આવ્યો છે.
RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત
આ ઉચ્ચ હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું ફરજિયાત પણે કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે, ઓમિક્રોનના સંભવિત જોખમને સમજીને, તમામ નિવારણ નિયમો પણ સખત રીતે લાગુ કરવામાં આવ્યા છે. ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત RT-PCR પરીક્ષણ સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તપાસ રિપોર્ટ નેગેટિવ આવતા મુસાફરોને પણ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં ફરજીયાત રહેવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતથી એટલે કે 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં આ હાઈ રિસ્ક 11 દેશોના 80 એરક્રાફ્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. આ વિમાનોમાં લગભગ 16 હજાર મુસાફરો આવ્યા છે. આ તમામનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દક્ષિણ આફ્રિકા, યુકે, ચીન, હોંગકોંગ, સિંગાપોર, ઈઝરાયેલ, બ્રાઝિલ, ઝિમ્બાબ્વે, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ અને બોત્સ્વાનાને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર