Home /News /national-international /Omicron in Delhi: દિલ્હીમાં ઓમિક્રોનનો કેર વધ્યો, 84 નવા કેસ નોંધાયા, જાણો દેશભરના આંકડા
Omicron in Delhi: દિલ્હીમાં ઓમિક્રોનનો કેર વધ્યો, 84 નવા કેસ નોંધાયા, જાણો દેશભરના આંકડા
દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને 320 થઈ ગયા છે.
Omicron in Delhi: દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના નવા ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટના 84 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં ભયજનક માહોલ પેદા થયો છે. આ સાથે દિલ્હીમાં આ વેરિઅન્ટના કેસ વધીને 320 થઈ ગયા છે.
નવી દિલ્હી. દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના નવા ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટના 84 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં ભયજનક માહોલ પેદા થયો છે. આ સાથે દિલ્હીમાં આ વેરિઅન્ટના કેસ વધીને 320 થઈ ગયા છે. તો 450 કેસ સાથે મહારાષ્ટ્ર ફરી એકવાર ટોચે પહોંચી ગયું છે. આ સમયે દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસ 1270 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, મહારાષ્ટ્રમાં હવે સૌથી વધુ 450 કેસ થઈ ગયા છે. જ્યારે દિલ્હી 320 સંક્રમિતો સાથે બીજા સ્થાને છે. તો કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશમાં 16, હરિયાણા અને ઓરિસ્સામાં 14-14, પી. બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, જમ્મુ- કાશ્મીર અને ચંદીગઢમાં 3-3, ઉત્તરાખંડમાં 4, ઉત્તર પ્રદેશ અને આંદામાનમાં 2-2, લદ્દાખ, હિમાચલ, ગોવા, મણિપુર અને પંજાબમાં 1-1 ઓમિક્રોન કેસ છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું હતું કે જે લોકોએ તાજેતરમાં કોઈ યાત્રા કરી નથી, તેઓ પણ ઓમિક્રોન સંક્રમિત થયા છે. આનો અર્થ એ છે કે તે ધીમે ધીમે સામુદાયિક સ્તરે ફેલાઈ રહ્યો છે. જોકે, અત્યાર સુધી કોઈને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી નથી. સાથે એવું પણ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ઓમિક્રોનના 57 દર્દીઓ સાજા થયા છે.
તો દિલ્હી સરકારે કોવિડ-19 અને ઓમિક્રોનની વધતી ગતિને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન (GRAP) લાગુ કર્યો છે. તો GRAPના ફેઝ-1 હેઠળ યલો એલર્ટ જારી કરવાની સાથે રાજધાનીમાં કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.
હવે ઘરે જ થશે દારૂની ડિલિવરી
દિલ્હીમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને જોતા સરકારે દારૂની હોમ ડિલિવરી (Liquor Home Delivery) શરૂ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે લોકો શરાબ લેવા પોતપોતાના ઘરની બહાર ન નીકળે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શરાબ ખરીદતી વખતે લોકો એકબીજાના સંપર્કમાં આવી શકે છે અને સંક્રમણ ફેલાવાનો ખતરો વધી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સ ધારક ફક્ત મોબાઈલ એપ અથવા ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા જ ઘરોમાં દારૂની ડિલીવરી કરી શકશે. જોકે, આ અંગેની એપ કે પોર્ટલ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી કે ન તો કોઈ એપ કંપનીએ કોઈ જાહેરાત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર