Corona Vaccine: આ રસી 5થી 11 વર્ષના વયજૂથ માટે એકદમ સુરક્ષિત છે. જોકે, નિવેદનમાં જણાવ્યા અનુસાર વેક્સિન લગાવ્યા બાદ બાળકોમાં થાક, માથાનો દુખાવો, તાવ અને હાથ-પગમાં દુખાવો થવો વગેરે સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળ્યા છે.
વિશ્વભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા વેરીએન્ટ ઓમીક્રોને (New Variant Omicron) વિશ્વના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસ અનેક ગણો સંક્રમણ ફેલવાનાર અને ખતરનાક માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ તમામ દેશોમાં રસીકરણ (Corona Virus Vaccination)ને વધુ વેગ આપવા પ્રયાસો હાથ ધરાયા છે. જોકે વેક્સિન આ વાયરસ સામે કેટલી કારગર (Effects of Vaccine) છે તેને લઇને પણ વિવિધ જગ્યાએ અનેક સવાલો કરાઇ રહ્યા છે. હાલ મોટાભાગના દેશોમાં યુવાનો અને વૃદ્ધોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બાળકોને કોરોનાની રસી આપવા અને કારગર રસી બનાવવામાં વિશ્વભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. આ દરમિયાન સ્વિત્ઝર્લેન્ડ (Switzerland)એ બાળકોને પણ કોરોનાની રસી (Covid-19 vaccine for Children) આપવાની જાહેરાત કરી છે.
સ્વિત્ઝર્લેન્ડમાં 5થી 11 વર્ષના બાળકોને અપાશે રસી
સ્વિત્ઝર્લેન્ડની સ્વિસ દવા એજન્સી સ્વિસમેડિકે શુક્રવારે દેશમાં 5થી 11 વર્ષના બાળકોને ફાઇઝર કોરોના વેક્સિન આપવાની મંજૂરી આપી દીધી છે. એજન્સીએ જણાવ્યું કે, અમે ફાઇઝ-બાયોએનટેકની એપ્લીકેશન સાથે જમા કરાવવામાં આવેલા ડેટાનો અભ્યાસ કર્યો છે. 1500થી વધુ બાળકો પર કરવામાં આવેલ અભ્યાસના પરીણામો દર્શાવે છે કે આ રસી 5થી 11 વર્ષના વયજૂથ માટે એકદમ સુરક્ષિત છે. જોકે, નિવેદનમાં જણાવ્યા અનુસાર વેક્સિન લગાવ્યા બાદ બાળકોમાં થાક, માથાનો દુખાવો, તાવ અને હાથ-પગમાં દુખાવો થવો વગેરે સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળ્યા છે.
આપને જણાવી દઇએ કે સ્વિત્ઝર્લેન્ડ હાલ કોરોના વાયરસની પાંચમી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડમાં માત્ર કોનિરનેટી અને મોડર્ન વેક્સિન અધિકૃત છે.
બ્રાઝીલમાં એક દિવસમાં નોંધાયા 7765 કેસ
બ્રાઝીલમાં પણ કોરોના વાયરસ બેકાબૂ બની ગયો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં અહીં 7765 નવા કેસો નોંધાયા છે, જ્યારે 234 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ કે 2.21 કરોડ અને કુલ મૃત્યુ આંક 6.16 લાખે પહોંચ્યો છે.
કેનેડમાં કાળો કહેર વરસાવી રહેલા કોરોના વાયરસના કેસો પ્રતિદિન નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર, જો દેશમાં ઓમીક્રોનના કેસો વધશે તો જાન્યુઆરી પહેલા રોજના 10,000 કેસો નોંધાઇ શકે છે. આપને જણાવી દઇએ કે, કેનેડામાં હજુ પણ ડેલ્ટા વેરીએન્ટનો હાહાકાર યથાવત છે, એવામાં ઓમીક્રોનના વધતા કેસો મુશ્કેલ સમય લાવી શકે છે.
બૂસ્ટર ડોઝ 75% અસરગ્રસ્ત હોવાનો દાવો
બ્રિટનની હેલ્થ એજન્સીએ કરેલા દાવા અનુસાર, વેક્સિનના શરૂઆતી અભ્યાસમાં સામે આવ્યું છે કે, ઓમીક્રોનના સામાન્ય લક્ષણોને રોકવા કોરોનાનો બૂસ્ટર ડોઝ 70થી 75 ટકા અસરકારક છે.
ઓમીક્રોનથી સંક્રમિત 58 લોકો પર વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા અને ફાઇઝર-બાયોએનટેકના બૂસ્ટર ડોઝના પ્રભાવ અંગે હાલમાં જ આ રીસર્ચ કર્યુ હતું. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ડેલ્ટા વેરિએન્ટમાં વેક્સિનની અસર 90 ટકા સુધી હતી. જ્યારે ઓમીક્રોનના દર્દીઓ પર બૂસ્ટર ડોઝનો અસર ઓછો જણાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ જાણકારી પ્રારંભિક અને સામાન્ય છે. ડેટામાં તે વાત પણ સાબિત થઇ છે કે, અમુક હદ સુધી બુસ્ટર ડોઝથી નવા વેરીએન્ટના ગંભીર ખતરાને ઓછો કરી શકાય છે. તેથી જે લોકો બૂસ્ટર ડોઝ લેવા પાત્ર છે તેમણે રસી લઇ લેવી વધુ સલાહભરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર