Omicronનો ખતરોઃ ગુજરાતના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ
Omicronનો ખતરોઃ ગુજરાતના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ
ગુજરાતના મુખ્ય શહેરોમાં 31 ડિસેમ્બરની રાત્રે કર્ફ્યૂ છે તો મુંબઈમાં 144ની કલમ લાગી ચૂકી છે.
Omicron Variant: દેશમાં ઓમિક્રોન (Omicron)ના કેસિસ વધીને હવે 161 થઈ ગયા છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં 31 ડિસેમ્બરની રાત્રે કર્ફ્યૂ છે તો મુંબઈમાં 144ની કલમ લાગી ચૂકી છે.
નવી દિલ્હી. દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન (Omicron)ના ખતરાને જોઈને કેટલાય રાજ્યની સરકાર હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણ (Corona infection)ના વધતા મામલાને જોઈને આ વર્ષે પણ ક્રિસમસ (Christmas) અને નવા વર્ષ (New Year)ના સેલિબ્રેશન પર બ્રેક લાગી ગયો છે. કેટલાય રાજ્યોએ અત્યારથી જ કડક નિયમોને મંજૂરી આપી દીધી છે જ્યારે અમુક રાજ્ય જલ્દી જ તેના પર નિર્ણય લેવાના છે.
કહી દઈએ કે દેશમાં ઓમિક્રોનના વધીને હવે 161 થઈ ગયા છે. ઓમિક્રોનના ખતરાને જોતા ગુજરાત (Gujarat)એ પોતાના 8 મુખ્ય શહેરોમાં 31 ડિસેમ્બરેની રાત્રે નાઇટ કર્ફ્યૂ લગાડી દીધો છે. તો બીજી બાજુ મુંબઈ પોલિસ (Mumbai Police)એ આખા શહેરમાં 31 ડિસેમ્બર સુધી 144ની કલમ લગાવી દીધી છે અને બીએમસીએ પણ ઢીલ આપતાં કોરોના નિયમો બનાવ્યા છે.
નવા વર્ષે મુંબઈમાં દર વર્ષે મોડી રાત સુધી પાર્ટી ચાલે છે અને લોકો મોડી રાત સુધી રસ્તા પર નવા વર્ષનો ઉત્સવ ઉજવતા જોવા મળે છે. ગયા વર્ષે કોરોનાના કારણે બધું બંધ હતું. આ વર્ષો કોરોનાના ઓછા કેસિસ જોતા દરેક નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં લાગેલા છે. જોકે, ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈ પોલિસે આખા શહેરમાં 31 ડિસેમ્બર સુધી 144ની કલમ લગાવી દીધી છે અને બીએમસીએ પણ કોરોનાના નિયમ બનાવવામાં હળવાશ રાખી છે.
હોલ અને હોટલમાં માત્ર 50 ટકા લોકો જ ભેગા થઈ શકે છે
મુંબઈના મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે ક્રિસમસ અને નવા વર્ષે અમુક ગાઇડલાઇન જારી કરી છે. જેમાં કોઈપણ હોટલ કે હોલમાં માત્ર 50 ટકા લોકો જ જમા થઈ શકે છે. તેના સાથે જ બધાએ કોવિડના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
ગુજરાતના 8 મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો
ઓમિક્રોનના ખતરાને જોતા ગુજરાતના અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢમાં વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2021ની રાત સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યુનો સમય રાતના 1થી 5 વાગ્યા સુધી રહેશે. ગુજરાતમાં રવિવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા ચાર કેસ સામે આવ્યા છે જેનાથી રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 11 થઈ ગઈ છે.
ભારતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. નવા વેરિયન્ટના અત્યાર સુધી 161 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 54, દિલ્હીમાં 32, તેલંગાણામાં 20, રાજસ્થાનમાં 17, ગુજરાતમાં 13, કેરળમાં 11, કર્ણાટકમાં 8, ઉત્તર પ્રદેશમાં 2 અને તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંડિગઢમાં ઓમિક્રોનના એક-એક કેસ સામે આવ્યા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર