Home /News /national-international /

ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે માત્ર 2 કલાકમાં થશે Omicronનું પરિક્ષણ

ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે માત્ર 2 કલાકમાં થશે Omicronનું પરિક્ષણ

પ્રીકાતામક તસવીર

Omicron testing in Gujarat - બજારમાં ઉપલબ્ધ કિટની મદદથી ઓમિક્રોનને શોધવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો.

    નવી દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો (Omicron ) ખતરો સતત વધી રહ્યો છે. દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં (Omicron in India) અત્યાર સુધીમાં ઓમિક્રોનના 33 દર્દીઓ મળી આવ્યા છે. હાલમાં, કોરોના દર્દીને ઓમિક્રોનનું સંક્રમણ થયું છે કે નહીં, તેની તપાસ કરવા માટે જીનોમ સિક્વન્સિંગ કરવું પડે છે. આ પરીક્ષણમાં વધુ સમય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને શોધવાનું સરળ બનશે.

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ડિબ્રુગઢે એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરી છે, જે માત્ર બે કલાકમાં ઓમિક્રોનને શોધી કાઢશે. દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા આ કિટ ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી અધિકારીઓની ચિંતા એ હતી કે, ઓમિક્રોન વેરિઅન્ટને વહેલી તકે કેવી રીતે શોધી શકાય. હાલમાં બજારમાં ઉપલબ્ધ કિટની મદદથી ઓમિક્રોનને શોધવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો.

    આ પણ વાંચો -  Coronavirus RT-PCR Test: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો

    ICMRના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી કિટ

    આ ટેસ્ટ કિટ ICMRના રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર નોર્થ ઈસ્ટ રિજનના (ICMR) વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આની મદદથી, રિયલ-ટાઇમ ઓમિક્રોન વેરિઅન્ટ્સ શોધી શકાય છે. વૈજ્ઞાનિક ડો.વિશ્વજ્યોતિ બોરકાકોટીના નેતૃત્વમાં ટીમે આ કિટ તૈયાર કરી છે.

    આ પણ વાંચો - Omicron Update: સ્વિત્ઝર્લેન્ડમાં 5થી 11 વર્ષનાં બાળકોને અપાશે રસી, કેનેડામાં ઓમીક્રોન બેકાબૂ થવાનો ડર

    ICMR-RMRC, દિબ્રુગઢે ઓમિક્રોન વેરિઅન્ટ શોધવા માટે હાઇડ્રોલિસિસ પ્રોબ-આધારિત રીઅલ-ટાઇમ RT-PCR ટેસ્ટ વિકસાવ્યો છે. તેનાથી માત્ર બે કલાકમાં જ ખબર પડી જશે કે, સંબંધિત દર્દીને ઓમિક્રોન ઈન્ફેક્શન છે કે નહીં. આ કીટનું ઉત્પાદન કોલકાતા સ્થિત કંપની GCC બાયોટેક દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર કરવામાં આવી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona Variant, Coronavirus in India, Omicron, ભારત

    આગામી સમાચાર