Home /News /national-international /Omicron Siblings BE.1: હવે ઓમિક્રોનના ભાઈનો ખતરો, ઝડપથી ડેલ્ટાની જગ્યા લઈ રહ્યો છે આ નવો વેરિએન્ટ
Omicron Siblings BE.1: હવે ઓમિક્રોનના ભાઈનો ખતરો, ઝડપથી ડેલ્ટાની જગ્યા લઈ રહ્યો છે આ નવો વેરિએન્ટ
પ્રતીકાત્મક તસવીર
Omicron Siblings BE.1: મુખ્ય ઓમિક્રોન (B.1.1.529) ના ભાઈ સમાન સબ-લિજીએજ (Sub-lineage) BA.1 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિએન્ટ દેશમાં ડેલ્ટા વેરિએન્ટની જગ્યા લઈ રહ્યો છે.
કોરોના (Corona) મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા વેરિએન્ટ (Corona variant) આપણી સામે આવી ચૂક્યા છે. આવા વેરિએન્ટના કારણે કોરોનાથી પીછો છોડાવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીમાં ઇન્ડિયન સાર્સ કોવિડ-2 જીનોમ કન્સોર્ટિયમ (Indian SARS-CoV-2 Genomics Consortium)ના ભારતીય વિજ્ઞાનિકોએ પોતાના સંશોધનના આધારે દાવો કર્યો છે કે, મુખ્ય ઓમિક્રોન (B.1.1.529) ના ભાઈ સમાન સબ-લિજીએજ (Sub-lineage) BA.1 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિએન્ટ દેશમાં ડેલ્ટા વેરિએન્ટની જગ્યા લઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિએન્ટમાં ત્રણ ફોર્મેટ અથવા ત્રણ સ્ટ્રેઇન છે. તેને ત્રણ ભાઈઓ (Siblings)ની જેમ માની શકાય. ઓમિક્રોનનું મૂળ સ્વરૂપ B.1.1.529 છે, જ્યારે તેના ત્રણ ભાઈઓ અથવા ત્રણ સ્ટ્રેઈનના નામ BA.1, BA.2 અને BA.3 છે. આ બધા ઓમિક્રોનના જ સ્વરૂપ છે.
આ દરમિયાન કોવિડ પોઝિટિવ સેમ્પલના જીનોમિક સિક્વન્સ પર કામ કરતા બાયોટેકનોલોજી વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ઓમિક્રોનના અલગ અલગ ફોર્મેટમાંથી BA.1 ઝડપથી ડેલ્ટા વેરિએન્ટનું સ્થાન લઈ રહ્યું છે
બધા જ સ્ટ્રેઈનને ઓમિક્રોન પોઝિટિવ માનવામાં આવે છે
આ બાબતે ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટમાં બે સબ-લિનિએજ BA.2 અને BA.3 પણ છે. પરંતુ BA.1 સ્ટ્રેઇનની હાજરી મુખ્ય સ્ટ્રેઈન કરતા ઘણી વધારે છે. આ બધા સ્ટ્રેઈન એક જ મૂળના હોવાથી તે બધાને ઓમિક્રોન પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ત્રણેય લિનિએજના જીનોમિક સિક્વન્સ ટેસ્ટમાં અમને કેટલાક નમૂનાઓમાં BA.2 મળી આવ્યા છે, પરંતુ સૌથી વધુ BA. લિનિએજ છે. બીજી તરફ અત્યાર સુધી ભારતમાં ઓમિક્રોન BA.3 સ્ટ્રેઇનની જાણ થઈ નથી. અગાઉ આરોગ્ય મંત્રાલયે WHOના અહેવાલને પણ ટાંકીને કહ્યું હતું કે, ઓમિક્રોનનો 99 ટકા જીનોમિક સિક્વન્સમાં BA.1 સબ લિનિએજ જ છે.
ઓમિક્રોનને અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિએન્ટ માનવામાં આવે છે. દેશમાં ત્રીજી લહેર સાથે વેરિએન્ટની ગતિ પણ ઝડપથી વધી રહી છે. અલબત્ત રાહતની વાત એ છે કે, અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ ઘટી રહી છે.
નોંધનીય છે કે, ઇન્ડિયન સાર્સ કોવિડ-2 જીનોમ કન્સોર્ટિયમ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરમાં સાર્સ કોવી-2 જીનોમિક્સ પર નજર રાખે છે. તેમજ જિલ્લા સ્તરે જ્યાં ચેપના વધુ કેસ હોય તેવી જગ્યાનો વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરે છે છે. મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં કન્સોર્ટિયમ ખાસ દેખરેખ રાખે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર