નવી મુસીબત! ઓમિક્રોન સામે Covishield સહિત બધી વેક્સિન ફેઈલ, ફક્ત આ બે અસરકારક- રિસર્ચમાં ખુલાસો
નવી મુસીબત! ઓમિક્રોન સામે Covishield સહિત બધી વેક્સિન ફેઈલ, ફક્ત આ બે અસરકારક- રિસર્ચમાં ખુલાસો
રિસર્ચ સૂચવે છે કે મોટાભાગની વેક્સીન (Covid-19 Vaccine) ઓમિક્રોન સામે અસરકારક નથી. (Image- AP)
Omicron and Vaccine: પ્રારંભિક રિસર્ચ સૂચવે છે કે મોટાભાગની વેક્સીન ઓમિક્રોન સામે અસરકારક નથી. બસ રાહતની વાત એ છે કે વેક્સીન લીધેલા લોકો સંક્રમિત થયા પછી વધુ ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા.
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ને લઈને વિશ્વભરમાંથી ડરામણા આંકડાઓ સામે આવી રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 150ને વટાવી ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે, પ્રારંભિક રિસર્ચ સૂચવે છે કે, મોટાભાગની વેક્સિન (Covid-19 Vaccine) તેની સામે અસરકારક નથી. બસ રાહતની વાત એ છે કે વેક્સીન લીધેલા લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા પછી વધુ ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા.
કોરોનાની વર્તમાન રસી કેટલી અસરકારક છે તે અંગે વિશ્વના ઘણા દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે. રિસર્ચના પ્રારંભિક અહેવાલ મુજબ ફક્ત એવા લોકો Omicronના સંક્રમણથી બચી રહ્યા છે જેમણે બૂસ્ટર ડોઝ સાથે Pfizer અને Moderna રસી લીધી છે. પરંતુ આ બંને વેક્સીન અમેરિકા સિવાય માત્ર થોડા જ દેશોમાં ઉપલબ્ધ છે. એસ્ટ્રાઝેનેકા, Johnson & Johnson અને રશિયાની રસી પણ ઓમિક્રોન સામે બહુ અસરકારક નથી. એવામાં કોરોના મહામારીને રોકવું સરળ નહીં હોય.
આ બે રસીઓ છે અસરકારક
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના મોટાભાગના પુરાવા લેબ પ્રયોગો પર આધારિત છે, જે શરીરની ઇમ્યુનિટીને સંપૂર્ણપણે કવર કરતા નથી. ફાઈઝર અને મોડર્નાની રસી નવી mRNA ટેક્નોલોજી પર આધારિત છે. આ બંને વેક્સીને અત્યાર સુધી લોકોને કોરોનાના દરેક નવા વેરિઅન્ટથી સુરક્ષા આપી છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં તેનો ઉપયોગ થયો છે.
ચાઇનીઝ વેક્સીનની સ્થિતિ
બીજી તરફ ચીનની બંને વેક્સીન સિનોફાર્મ અને સિનોવેક ઓમિક્રોન સામે બિલકુલ અસરકારક નથી. જ્યારે સમગ્ર વિશ્વમાં વેક્સીનનો અડધો ડોઝ આ જ બે રસીઓથી લાગ્યો છે. આમાં ચીન અને મોટાભાગે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશો જેમ કે મેક્સિકો અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.
બ્રિટનમાં એક પ્રાથમિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધાના છ મહિના પછી ઓમિક્રોન સંક્રમણથી રક્ષણ મળતું નથી. ભારતમાં નેવું ટકા વેક્સીન લેનારા લોકોને કોવિશીલ્ડ (Covishield) બ્રાન્ડ નામ હેઠળ રસી મળી છે. આફ્રિકામાં પણ તેનો વ્યાપક ઉપયોગ થયો છે. જ્યાં ગ્લોબલ કોવિડ વેક્સીન કાર્યક્રમ કોવેક્સે 44 દેશોમાં તેના 6.7 કરોડ ડોઝનું વિતરણ કર્યું છે.
સંશોધકોનું અનુમાન છે કે રશિયાની સ્પુટનિક વેક્સીન, જેનો ઉપયોગ આફ્રિકા અને લેટિન અમેરિકામાં પણ કરવામાં આવી રહ્યો છે, તે પણ ઓમિક્રોન સામે રક્ષણ પૂરું પાડતી નથી. જોન્સન એન્ડ જોન્સન વેક્સિનની પણ આ જ સ્થિતિ છે. તેનાથી પણ ઓમિક્રોન સામે સુરક્ષા ન બરાબર છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર