Home /News /national-international /

Omicron: યુવાનો અને વૃદ્ધો માટે ઓછો ગંભીર હોઈ શકે છે ઓમિક્રોન, પણ ‘હળવો’ નથી: WHO પ્રમુખ

Omicron: યુવાનો અને વૃદ્ધો માટે ઓછો ગંભીર હોઈ શકે છે ઓમિક્રોન, પણ ‘હળવો’ નથી: WHO પ્રમુખ

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશથી ન લેવામાં આવે.

WHO On Omicron variant: વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસના જણાવ્યા મુજબ, ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીમાં ઓછું ગંભીર જણાય છે, ખાસ કરીને વેક્સીનેશન લીધેલા લોકોમાં, પણ તેનો અર્થ એ નથી કે વેરિઅન્ટને હળવાશથી લેવામાં આવે.

વધુ જુઓ ...
  જિનીવા. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)ના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે કોવિડ-19નો ઝડપી ફેલાઈ રહેલો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) વિશ્વ સ્તર પર મુખ્ય ડેલ્ટા (Delta) વેરિઅન્ટની સરખામણીમાં ઓછો ગંભીર છે, પરંતુ તેને ‘હળવા’ વેરિઅન્ટ તરીકે ન લેવો જોઈએ. ક્લિનિકલ મેનેજમેન્ટમાં ડબલ્યુએચઓ પ્રમુખ જેનેટ ડિયાઝે કહ્યું કે શરૂઆતી રિસર્ચથી એ જાણકારી મળી છે કે ડેલ્ટાની સરખામણીમાં નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં પહેલી વખત જોવા મળેલા વેરિઅન્ટથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું હતું. તેમણે જિનીવામાં ડબલ્યુએચઓ હેડ ક્વાર્ટરથી એક મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે, યુવાનો અને વૃધ્ધોમાં ગંભીરતાનું જોખમ ઓછું જોવા મળે છે.

  દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના અભ્યાસ સહિત અન્ય આંકડાને જોતાં ગંભીર બીમારીના ઓછા જોખમની ટિપ્પણી કરવામાં આવી છે. જોકે, તેમણે વિશ્લેષ્ણ કરેલા નવા કેસના અભ્યાસ કે ઉંમર વિશે કોઈ વિસ્તરણ નથી કર્યું. વૃદ્ધો પર અસર નવા વેરિઅન્ટ અંગેના મુખ્ય પ્રશ્નોમાંથી એક છે કેમકે અત્યારસુધીમાં રિસર્ચ કરવામાં આવેલા મોટાભાગના કેસ યુવાનોના છે. જિનીવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસના જણાવ્યા મુજબ, ‘જોકે, ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીમાં ઓછું ગંભીર જણાય છે, ખાસ કરીને વેક્સીનેશન લીધેલા લોકોમાં, તેનો અર્થ એ નથી કે વેરિઅન્ટને હળવાશથી લેવામાં આવે.’

  સંગઠન પ્રમુખે ચેતવણી આપતા કહ્યું, ‘પાછલા વેરિઅન્ટની જેમ, ઓમિક્રોનના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને તેમનું મૃત્યુ પણ થઈ રહ્યું છે.’ તેમણે કેસની ‘સુનામી’ અંગે ચેતવણી આપી કારણકે વૈશ્વિક સ્તરે ઓમિક્રોન અને ડેલ્ટા બંનેના કેસ નોંધાઈ રહ્યા છે, હેલ્થ સિસ્ટમ ખચાખચ ભરાઈ રહી છે, અને સરકારો 58 લાખ લોકોના મૃત્યુ માટે જવાબદાર બનીને વાયરસને કાબૂમાં કરવા માટે સંઘર્ષ કરી રહી છે.’

  આ પણ વાંચો: Omicron Outbreak: ઓમિક્રોનની અસર, દેશમાં 10 દિવસમાં કોવિડના કેસ 15 ગણા વધ્યા, જાણો ક્યાં કેટલા કેસ

  લાખો લોકો હજુ પણ સંપૂર્ણપણે અસુરક્ષિત

  ટેડ્રોસે વેક્સિનના વિતરણ અને પહોંચમાં વૈશ્વિક સ્તરે વધુ ઇક્વિટી માટેના પોતાના આહ્વાનની ફરી વાત કરી. ટેડ્રોસે જણાવ્યું કે વેક્સિન લગાવવાના વર્તમાન દરના આધારે, વિશ્વના 109 દેશો જુલાઈ સુધીમાં 70% વસ્તીને સંપૂર્ણપણે રસી આપવાના WHOના લક્ષ્યથી ચૂકી જશે. તે ઉદ્દેશ્ય મહામારીના તીવ્ર તબક્કાને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

  તેમણે કહ્યું કે, ‘કેટલાક દેશોમાં બૂસ્ટર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ બૂસ્ટર મહામારીને સમાપ્ત નહીં કરે, તેમ છતાં અબજો લોકો સંપૂર્ણ રીતે અસુરક્ષિત રહેશે.’

  આ પણ વાંચો: 9 રાજ્યોમાં ઓછા Corona Testing થી કેન્દ્ર ચિંતિત, પત્ર લખીને આપી ચેતવણી

  WHOના સલાહકાર બ્રુસ આયલવર્ડે કહ્યું કે 36 દેશોમાં હજુ સુધી 10 ટકા પણ રસીકરણ થયું નથી. તેમણે કહ્યું કે વિશ્વભરના ગંભીર દર્દીઓમાંથી 80% લક્ષણ વગરના હતા. WHOએ ગુરુવારે જણાવ્યું હતું કે કેસોમાં 71% અથવા 95 લાખનો વધારો થયો. જ્યારે એક સપ્તાહ પહેલાથી 2 જાન્યુઆરી સુધીમાં મૃત્યુમાં 10% અથવા 41,000નો ઘટાડો થયો હતો.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Delta variant, WHO ડબ્લ્યુએચઓ, ઓમિક્રોન

  આગામી સમાચાર