Home /News /national-international /

પાંચ ગણો વધારે સંક્રામક છે Omicron, હજી ગંભીર લક્ષણો નથી દેખાયાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

પાંચ ગણો વધારે સંક્રામક છે Omicron, હજી ગંભીર લક્ષણો નથી દેખાયાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ઓમિક્રોન પ્રતિકાત્મક તસવીર

coronavirus Omicron variant: દેશ અને વિશ્વમાં આવા તમામ કેસોમાં (omicron case) અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (who) એ કહ્યું છે કે જે પણ ઉભરતા પુરાવા છે તેનો અભ્યાસ (study) કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant Cases in India)ના બે નવા મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાયરસના આ નવા પ્રકારના (Coronavirus New Variant) પગલે કોઈ ગંભીર લક્ષણ અત્યારે દેખાયા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત લવ અગ્રવાલે મીડિયા બ્રિફિંગને સંબોધતા કહ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ઓમિક્રોનના મળતા પુરાવાનું અધ્યન કરી રહ્યું છે. જોકે, સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વાયરસ બાકી વેરિએન્ટની તુલનામાં પાંચ ગણો સંક્રામક છે. પરંતુ માસ્ક જ આની સામે કારગર ઉપાય છે.

  સંયુક્ત સચિવે કહ્યું, “અત્યાર સુધી ઓમિક્રોન સંબંધિત તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. દેશ અને વિશ્વમાં આવા તમામ કેસોમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે જે પણ ઉભરતા પુરાવા છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, લવ અગ્રવાલે એમ પણ કહ્યું કે 'જોખમમાં' દેશોમાંથી આવતા મુસાફરોએ આગમન પર RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

  અગ્રવાલે કહ્યું, “જો તે કોવિડ-19થી સંક્રમિત જોવા મળે છે, તો તેની સારવાર નિયત ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવશે. જો તે નેગેટિવ જોવા મળે તો પણ તેણે સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

  ભારતમાં કર્ણાટકમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. કર્ણાટકના બે ચેપગ્રસ્ત વ્યક્તિઓના તમામ પ્રાથમિક અને ગૌણ સંપર્કોની ઓળખ કરવામાં આવી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોવિડ-પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

  9 સેમ્પલની તપાસમાં ઓમિક્રોન પોઝિટિવ મળ્યા
  નવા કોવિડ-19 પ્રકારનો સૌપ્રથમવાર 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને જાણ કરવામાં આવી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વર્ષે 9 નવેમ્બરે એકત્રિત કરાયેલા નમૂનામાંથી પ્રથમ B.1.1.529 ચેપની ઓળખ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

  26 નવેમ્બરના રોજ, સંસ્થાએ નવા COVID-19 વેરિઅન્ટને B.1.1.529 નામ આપ્યું, જે દક્ષિણ આફ્રિકામાં 'ઓમિક્રોન' તરીકે મળી આવ્યું છે. WHO એ ઓમિક્રોનને 'ચિંતાનો પ્રકાર' તરીકે વર્ગીકૃત કર્યો છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

  મ્યુટન્ટની શોધ પછી ડઝનેક દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રિઓસે કહ્યું છે કે કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટની 23 દેશોમાં પુષ્ટિ થઈ છે અને તેમની સંખ્યામાં વધારો થવાની આશા છે. ભારતે આ સૂચિમાં ઘણા દેશોને પણ ઉમેર્યા છે જ્યાંથી પ્રવાસીઓએ દેશમાં આગમન પછી વધારાના પગલાંનું પાલન કરવું પડશે, જેમાં આગમન પછીની RT-PCR ટેસ્ટનો સમાવેશ થાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Gujarati News News, Omicron, Who

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन