Omicron અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી- ‘તેને નેચરલ વેક્સિન સમજવાની ભૂલ ન કરતા’
Omicron અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી- ‘તેને નેચરલ વેક્સિન સમજવાની ભૂલ ન કરતા’
નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનને નેચરલ વેક્સિન (Natural vaccine) સમજવાની ધારણા ખતરનાક વિચાર છે. (File Photo)
Omicron is not natural vaccine: કેટલાક લોકોમાં એવી ધારણા બની ગઈ છે કે ઓમિક્રોનનું સંક્રમણ થવાથી ફાયદો છે કેમકે તે એક નેચરલ વેક્સિનની જેમ કામ કરશે. જોકે, નિષ્ણાતોએ આ અંગે ભારે વાંધો ઉઠાવ્યો છે.
નવી દિલ્હી. સામાન્ય રીતે કોરોના (coronavirus)ના સૌથી ઝડપથી ફેલાતા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)થી દર્દીમાં હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા નથી મળ્યા. આ વાતનો કેટલાક લોકો ખોટો અર્થ કાઢી રહ્યા છે. કેટલાક લોકોમાં એવી ધારણા બની ગઈ છે કે ઓમિક્રોનનું સંક્રમણ થવાથી ફાયદો છે કેમકે તે એક નેચરલ વેક્સિનની જેમ કામ કરશે. જોકે, નિષ્ણાતોએ આ અંગે ભારે વાંધો ઉઠાવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનને નેચરલ વેક્સિન (Natural vaccine) સમજવાની ધારણા ખતરનાક વિચાર છે. આ પ્રકારની વાતને એવા બેજવાબદાર લોકો ફેલાવી રહ્યા છે, જે કોવિડ-19 બાદ થનારી સ્વાસ્થ્ય સંબંધી દીર્ઘકાલીન બીમારીઓ પર ધ્યાન નથી આપતા.
નિષ્ણાતોનું કહેવું છે કે નિશંકપણે કોરોના વાયરસના અન્ય સ્વરૂપોની સરખામણીમાં ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમણ ઓછું છે પણ એનો અર્થ એ નથી કે તેને નેચરલ વેક્સિન સમજી લેવામાં આવે.
મહારાષ્ટ્રના એક સ્વાસ્થ્ય અધિકારીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે ઓમીક્રોન એક પ્રાકૃતિક રસીની જેમ કામ કરશે અને તેનાથી કોવિડ-19ને સ્થાનિક મહામારી (એન્ડેમિક)ના તબક્કામાં જવાની મદદ મળી શકે છે. જાણીતા વાઈરોલોજિસ્ટ શાહિદ જમીલે કહ્યું કે ઓમિક્રોન એક કુદરતી રસી છે તેવી ધારણા એક ખતરનાક વિચાર છે, જે બેજવાબદાર લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે.
જેમને જાણકારી નથી તેઓ આ વાત ફેલાવી રહ્યા છે
શાહિદ જમીલે કહ્યું કે, આ ધારણાથી ફક્ત સંતોષ મળે છે, પણ તેનું કારણ આ સમયે ઉપલબ્ધ સાબિતીને બદલે વૈશ્વિક મહામારીને કારણે પેદા થયેલી સમસ્યાને વધારવાની છે. જમીલે કહ્યું કે જે લોકો આ ધારણાની વકીલાત કરે છે, તેઓ કોરોના વાયરસ સંક્રમણ બાદ સ્વાસ્થ્ય પર પડતી લાંબા ગાળાની અસરો વિશે નથી વિચારતા અને તેમને આ અંગે વધારે જાણકારી નથી.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના લાઈફકોર્સ એપિડેમિઓલોજીના વડા ગિરધર આર બાબુએ જણાવ્યું કે ઓમિક્રોનના લક્ષણો ગમે તેટલા હળવા કેમ ન હોય, પરંતુ તે રસી નથી. તેમણે કહ્યું, આ સ્વરૂપને કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને તેઓ મૃત્યુ પણ પામી રહ્યા છે. ખોટી માહિતીથી દૂર રહો. કોઈપણ કુદરતી સંક્રમણ રસીકરણની જેમ કોઈપણ સ્વરૂપ(આલ્ફા, બીટા, ગામા અથવા ડેલ્ટા)થી લોકોને (મૃત્યુ અથવા ગંભીર સંક્રમણથી) બચાવી શકતું નથી. પુરાવા મહત્વ રાખે છે, અભિપ્રાય નહીં.
‘ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ’ના સંસ્થાપક નિર્દેશક શુચિન બજાજે જણાવ્યું કે આ બીમારીની લાંબા ગાળાની અસર હોઈ શકે છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આપણે તેને રસી તરીકે ન માનવું જોઈએ. આ કોઈ રસી નથી. ઓમિક્રોનથી લોકો મૃત્યુ પામ્યા છે. Omicronના કારણે લોકો ICUમાં દાખલ થઈ રહ્યા છે. તે ડેલ્ટા કરતાં ઓછું ગંભીર સંક્રમણ છે, તેમ છતાં તે વાયરસ છે અને આપણે સાવચેત રહેવાની જરૂર છે. તો લખનૌના રીજન્સી હેલ્થમાં ક્રિટિકલ કેર વિભાગના વડા જય જાવેરીએ જણાવ્યું કે ઓમિક્રોનના વધુ સંક્રામક અને ઓછા ગંભીર હોવાને કારણે આ સ્વરૂપ મહામારીને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર